આજે GPSC ક્લાસ 1-2ની પરીક્ષા, 244 જગ્યા માટે 97 હજાર ઉમેદવારો મેદાને
Gujarat: GPSCની ક્લાસ-1 અને 2ની પરીક્ષા આજે યોજાશે. 21 જિલ્લાના 97 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા કેંદ્ર પર ઉમેદવારોને પોણા 2 કલાક વહેલા પ્રવેશ અપાશે. જીપીએસસી વર્ગ-1ની 39 અને વર્ગ-2ની 168 જગ્યા માટે પરીક્ષા યોજાશે. તો દિવ્યાંગ ઉમેદવારો માટે આ પરીક્ષા મહત્વની છે. તેમના માટે કુલ 37 જગ્યા અનામત રખાઇ છે. જેમાં વર્ગ-1 માટે 9 જ્યારે વર્ગ-2 માટે 28 જગ્યાઓ માટે પરીક્ષા લેવાશે.
જોકે, પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી ઉમેદવારોએ બેસવું પડશે. ઉમેદવારોએ બુટ-ચપ્પલ પરીક્ષા ખંડ બહાર ઉતારવા પડશે.. 15 મિનિટ પહેલાં ઉમેદવારોને OMR અપાશે. પ્રશ્નપત્ર 12 વાગ્યે જ અપાશે. ઉેમદવારોના બાયોમેટ્રિક લેવામાં નહીં આવે. OMRમાં ફિંગરપ્રિન્ટ લેવાશે. મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યૂ સમયે ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે.
આ પણ વાંચો: દિલ્હી જનારી ઈન્ડિગોની ફ્લાઈટ અચાનક જયપુર ડાયવર્ટ કરવા પર ભડક્યા ઓમર અબ્દુલ્લા
નોંધનીય છે કે, રાજ્યના 21 જિલ્લામાં આ પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં મહેસાણા જિલ્લામાં 27 કેન્દ્રોમાં 6,376 ઉમેદવારો આ પરીક્ષા આપશે.જિલ્લાના મહેસાણા, વિસનગર, ઊંઝા અને વિજાપુર તાલુકામાં કુલ 27 કેન્દ્રોમાં 266 બ્લોકમાં પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.વડોદરામાં શિક્ષણ વિભાગ દ્વારા 18 શાળાઓમાં પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. જેમાં વડોદરામાં 4296 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે જવાબવહી મોકલાશે.