December 11, 2024

ગોવિંદાની ભત્રીજી રાગિણી ખન્નાએ માફી માંગી

Entertainment News: સસુરાલ ગેંદા ફૂલની સુહાના લોકો વચ્ચે એક સમયે ખુબ પ્રચલિત જોવા મળતી હતી. આ સિરિયલ પછી તે કોઈ જગ્યાએ જોવા મળી ના હતી. પરંતુ તે ફરી એક વાર ચર્ચામાં આવી છે. જેમાં રાગિની ખન્નાની ખ્રિસ્તી ધર્મ અપનાવવા બદલ માફી માંગતી પોસ્ટ વાયરલ થઈ રહી છે.

આશ્ચર્યજનક અપડેટ શેર કર્યું
ગોવિંદાની ભત્રીજી રાગિણી ખન્ના તેની બહેનના લગ્ન પછી ચર્ચામાં આવી છે. તેણે એક આશ્ચર્યજનક અપડેટ શેર કર્યું છે. જે પછી તેમના ચાહકોમાં હલચલ જોવા મળી રહી છે. એક દિવસ પહેલા તેણે ખ્રિસ્તી ધર્મ અપનાવવા અંગેની પોસ્ટ શેર કરી હતી. હવેથી તે ખ્રિસ્તી ધર્મનું પાલન કરશે તે વિશે તેણે પોસ્ટમાં જણાવ્યું હતું. ત્યારબાદ 24 કલાકની અંદર જ તેણે ધર્મ પરિવર્તનની પોસ્ટ માટે માફી માંગી હતી.

 

View this post on Instagram

 

A post shared by watchman (@chukidarbhadur2.0)

રાગિણી ખન્નાએ માફી માંગી
ગોવિંદીની ભત્રીજી રાગિની ખન્નાએ ખ્રિસ્તી ધર્મ અપનાવવા અંગે પહેલા પોસ્ટ કરી હતી. ત્યારબાદ તેણે આ પોસ્ટ હટાવી દીધી હતી. પોસ્ટમાં લખ્યું કે હેલ્લો હું રાગિની ખન્ના છું. હું મારી અગાઉની રીલ્સ માટે માફી માંગુ છું જેમાં મેં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. હવે ફરીથી મારા ધર્મમાં પાછી પરત ફરી છું હવે હું ફરી કટ્ટર હિંદુ બની ગઈ છું. મેં સનાતનીનો માર્ગ અપનાવ્યો છે.

આ પણ વાંચો: IPL ગેરકાયદે સ્ટ્રીમિંગ કેસમાં અભિનેત્રી તમન્ના ભાટિયાને સમન્સ

રાગિણી ખન્નાનો વીડિયો ફેક છે
રાગિણી ખન્નાના નવા વિડિયોનો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સને લાગે છે કે અભિનેત્રીનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. લોકો રાગિણી ખન્નાની ખ્રિસ્તી ધર્મ અપનાવવા અંગેની પોસ્ટને નકલી માની રહ્યા છે અને તેના ચાહકો એ માનવા તૈયાર નથી. જોકે તેનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું કે નહીં તે અંગે કોઈ વાત સામે આવી નથી. પરંતુ તેમના ચાહકોમાં આ વાતને લઈને એવી ચર્ચા છે કે આ વાત ખોટી છે. રાગિણી ખન્ના લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર છે.