December 19, 2024

IPL 2024 પહેલા સોશિયલ મીડિયા યુઝરને સરકારની કડક ચેતવણી!

અમદાવાદ: સરકારે સોશિયલ મીડિયા યુઝરને કડક ચેતવણી આપી છે. જેમાં જુગારની રમતોને પ્રોત્સાહન આપનાર સામે કડક પગલાં લેવામાં આવી શકે છે તેવી ચેતવણી આપવામાંઆવી છે. IPL 2024 દરમિયાન આવી ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર રમાઈ શકે છે. જેના કારણે પહેલેથી જ ચેતવણી આપી દેવામાં આવી છે.

પ્રોત્સાહન આપવું નહીં
સરકારે સોશિયલ મીડિયા પ્રભાવકોને ઓનલાઈન સટ્ટાબાજી અને સટ્ટાબાજીની રમતોને પ્રોત્સાહન ન આપવા સૂચનાની જાહેરાત કરી છે. T અને પ્રસારણ મંત્રાલયે પ્રભાવકોને કડક આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારની રમતો અથવા આવા સરોગેટ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવું નહીં. કેન્દ્ર સરકારે ભાર આપતા કહ્યું કે આવી રીતે કોઈ પણ પ્રકારનો પ્રચાર કરતા સામે આવશે તો તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે. કાનૂની કાર્યવાહી માટે સોશિયલ મીડિયા એકાઉન્ટને કાઢી નાખવા અથવા પ્રતિબંધિત કરી શકે છે.

આ પણ વાંચો: IPL 2024 શરૂ થાય તે પહેલા જ ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો

ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા સૂચનાઓ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) આજથી શરૂ થઈ રહી છે.  6 માર્ચ, 2024ના તેની એડવાઈઝરી જારી કરવામાં આવી હતી. સેલિબ્રિટીઓને પણ આવી સટ્ટાબાજી અને જુગારને લઈને પ્રોત્સાહન ન આપવાનો નિર્દેશ જારી કરવામાં આવ્યો છે. જો કોઈ પણ વ્યક્તિ એવું કરતા પકડાઈ છે તો તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવશે.

મેચ ફ્રીમાં જોઈ શકે છે
આઈપીએલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ અને બ્રોડકાસ્ટ આઈપીએલ 2024 સીઝન 22મી માર્ચથી આજથી શરૂ થવાની છે. ત્યારે ક્રિકેટ ચાહકો આ મેચને લાઈવ નિહાળશે. પરંતુ શું તમને ખબર છે કે આ મેચ દરમિયાન તમે ફ્રીમાં મેચ જોઈ શકો છો. Jio Cinema ઉપર તમે લાઈવ મેચ જોઈ શકશો. આ સાથે તમે Jio સિનેમાની વેબસાઈટ પર લાઈવ મેચની મજા માણી શકશો. ખાસ અને મહત્વની વાત એ છે ચાહકો માટે કે આ મેચ ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ છે.