September 2, 2024

સરકાર ચોમાસુ સત્રમાં 6 નવા બિલ રજૂ કરશે, લોકસભા અધ્યક્ષે કાર્યકારી સમિતિની રચના કરી

Monsoon Session 2024: આગામી સપ્તાહે શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં સુધારા સહિત છ નવા બિલ રજૂ કરવામાં આવશે. ગુરુવારે સાંજે લોકસભા સચિવાલય તરફથી આ બિલોની યાદી જાહેર કરવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થશે અને 12 ઓગસ્ટ સુધી ચાલશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ મંગળવારે 23 જુલાઈએ કેન્દ્રીય બજેટ (બજેટ 2024) રજૂ કરશે. ફાઇનાન્સ બિલની સાથે, સૂચિબદ્ધ અન્ય બિલોમાં ભારતીય વિમાન બિલ 2024, કોફી (પ્રમોશન અને ડેવલપમેન્ટ) બિલ, બોઇલર બિલ અને રબર (પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ) બિલનો સમાવેશ થાય છે. દરમિયાન લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સંસદીય કાર્યસૂચિ નક્કી કરવા માટે બિઝનેસ એડવાઈઝરી કમિટીની પણ રચના કરી છે.

આ પણ વાંચો: એર ઈન્ડિયાની ફ્લાઈટને જવાનું હતું અમેરિકા, પહોચીં ગઈ રશિયા…

આ લોકોને કમિટીમાં સામેલ
લોકસભા સ્પીકર ઓમ બિરલાની અધ્યક્ષતાવાળી સમિતિમાં સુદીપ બંદોપાધ્યાય (TMC), પીપી ચૌધરી (BJP), લવુ કૃષ્ણ દેવરાયાલુ (TDP), નિશિકાંત દુબે (BJP), ગૌરવ ગોગોઈ (કોંગ્રેસ), સંજય જયસ્વાલ (BJP), દિલેશ્વર કામત (જેડીયુ), ભર્તુરીહરિ મહતાબ (BJP), દયાનિધિ મારન (ડીએમકે), બૈજયંત પાંડા (BJP), અરવિંદ સાવંત (શિવસેના-યુબીટી), કે. સુરેશ (કોંગ્રેસ), અનુરાગ ઠાકુર (BJP) અને લાલજી વર્મા (એસપી) સભ્ય બન્યા છે.