ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગોને વધુ સુવિધાયુક્ત બનાવવા 294 કરોડ રૂપિયાની આપી મંજૂરી
Government of Gujarat: રાજ્યમાં માર્ગોને વધુ સુવિધાયુક્ત બનાવવા 294 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના માર્ગો ફોરલેન કરવા તથા મેજર બ્રિજ બનાવવા રકમની ફાળવણી કરવામાં આવી છે. દમણગંગા નદી પર ભૂરવડ ગામે રૂપિયા 26 કરોડનો મેજર બ્રિજ મંજૂર કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતના વિસનગર-વિજાપુર 24 કિલોમીટર માર્ગને ફોરલેન કરવા 136 કરોડ રૂપિયા અને મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો આણંદ-કરમસદ-સોજીત્રા રોડ 132 કરોડના ખર્ચે ફોરલેનને ફાળવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મુંબઈમાં પ્રથમ રેખ્તા ગુજરાતી ઉત્સવે પ્રેક્ષકોનાં મન મોહી લીધાં
294 કરોડ રૂપિયા ફાળવ્યા
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના માર્ગો ફોરલેન કરવા તથા મેજર બ્રિજ બનાવવા માટે એક જ દિવસમાં કુલ 294 કરોડ રૂપિયા ફાળવ્યા છે. દમણગંગા નદી પર ભૂરવડ ગામે રૂપિયા 26 કરોડનો મેજર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે. 16 આદિજાતિ ગામોની 23 હજારથી વધુ જનસંખ્યાને અવરજવર માટે સરળતા થશે. મહેસાણા જિલ્લામાંથી હિંમતનગર-ઈડર-લુણાવાડા-મોડાસા તરફ જતા વાહનો માટે યાતાયાત વધુ સુવિધાયુક્ત થશે