November 26, 2024

હવે ટોલ પ્લાઝા વિના, ફાસ્ટેગ વિના ટોલ કપાશે!

અમદાવાદ: સરકાર ટોલ કલેક્શન માટે નવી ટેક્નોલોજી લાવવાની તૈયારી કરી રહી છે. જેનો ફાયદો વાહનચાલકોને ટોલ પ્લાઝા પર લાંબા ટ્રાફિક જામમાંથી રાહત પણ મળી રહેશે. આ ટેકનોલોજીને લઈને નીતિન ગડકરીએ પણ ખુલાસો કર્યો છે.

ફેરફારોની તૈયારી કરી
ટોલ કનેક્શન સિસ્ટમને લઈને સરકાર મોટા ફેરફારની તૈયારીઓ કરી રહી છે. જેના કારણે લોકોને લાંબી કતારોમાં હવે નહીં રેવું પડે. થોડા વર્ષ પહેલા FASTagની રજૂઆત કરવામાં આવી હતી. હવે સરાકર બીજી ટેક્નોલોજી પર કાર્ય કરી રહી છે. ત્યારે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ વસૂલાતની આ નવી સિસ્ટમને લઈને ખુલાસો કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે તમારૂ વાહન જેટલું લાંબું ચાલશે તેટલો ટેક્સ લેવામાં આવશે. વઘુમાં તેમણે કહ્યું કે આ સિસ્ટમ સેટેલાઇટ આધારિત હશે. આ સુવિધા થોડા જ સમયમાં શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો:  લોકસભાની ચૂંટણીમાં ડ્રોનની રહેશે ચાંપતી નજર!

FASTag કેવી રીતે કામ કરે છે?
FASTag સિસ્ટમ RFID એટલે કે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન પર કામ કરે છે. જેનું કાર્ય એ છે કે વાહન પર ઇન્સ્ટોલ કરેલા FASTagને સ્કેન કરીને ટોલની વસૂલાત કરે છે. જોકે સમયે સમયે વપરાશકર્તાઓએ સમયાંતરે તેમના FASTag RFIDને રિચાર્જ કરવું પડશે. અથવા તો તમારે તમારા બેંકના ખાતા સાથે જોડી દેવાનું રહેશે.

ટૂંક સમયમાં શરૂ
નવી ટોલ કલેક્શન સિસ્ટમ સેટેલાઇટ આધારિત હશે અને ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જો કે હજુ સુધી કોઈ સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી. આ સિસ્ટમ હેઠળ, યુઝર્સ હાઇવે પર જેટલા કિલોમીટર મુસાફરી કરે છે તેટલો જ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. આ ટોલ ટેક્સ બેંક ખાતામાંથી આપોઆપ કપાઈ જશે. તેનાથી યુઝર્સને બચત કરવાનો મોકો પણ મળશે.