September 19, 2024

સરકાર મફતમાં આપી રહી છે લેપટોપ?

Free Laptop Scheme: થોડા દિવસથી ફ્રી લેપટોપ સ્કીમનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર ગરીબ વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ આપશે. જો તમને પણ આવો મેસેજ આવ્યો છે તો તેમાં અરજી કરતા પહેલા ચોક્કસ વિચાર કરજો.

શું છે સ્કીમ?
હાલમાં ઘણા રાજ્યોની સરકાર વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ, ટેબલેટ અથવા મોબાઈલ ફોન આપી રહી છે. પરંતુ તેના માટે કોઈ પણ પ્રકારની યોજના ચલાવવામાં આવી રહી નથી. આમ છતાં એક લીંક શેર કરવામાં આવી રહી છે. જેમાં કહેવામાં આવે છે કે 10 વર્ષથી 50 વર્ષની વયજૂથના લોકોને ફ્રી લેપટોપ આપવામાં આવશે. આ સાથે તેમાં તમામ પ્રકારની અંગત માહિતી ભરવાનું કહેવામાં આવે છે.

આ પણ વાંચો: Jioના આ બે રિચાર્જ પ્લાન છે લોકોના ફેવરિટ

વાયરલ મેસેજ ફેક છ
પીઆઈબી ફેક્ટ ચેકે વોટ્સએપ પર વાયરલ થઈ રહેલા આ મેસેજને નકલી જાહેર કર્યો છે. આ સાથે લોકોને ચેતવણી પણ આપવામાં આવી છે. જેમાં કહ્યું કે સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. આવા વાયરલ મેસેજ ફોરવર્ડ ન કરો કે આપેલ લિંક પર ક્લિક ન કરો. સાયબર ગુનેગારો લોકોને ફસાવવા માટે અલગ અલગ પ્રકારના રસ્તાઓ અપનાવી રહ્યા છે. જે વાતની માહિતી પાક્કી ના હોય તેના પર ક્લિક ન કરો.