ગૂગલ ભારતની 10 એપ્સ સામે લેશે કાર્યવાહી!
અમદાવાદ: ગૂગલ ભારતમાં 10 એપ્સ સામે કડક કાર્યવાહી કરી શકવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેણે ગૂગલ પ્લે સ્ટોરની બિલિંગ નીતિનું ઉલ્લંઘન કર્યું છે. જેના કારણે આ એપ્સ પર કાર્યવાહી થઈ શકે છે.
તમામ નિતિઓનું પાલન
આજના દિવસે ગૂગલે જણાવ્યું કે તે તેની એપ સ્ટોર બિલિંગ નીતિનો અમલ કરવાનું છે. જેનો અર્થ એ છે કે જે એપ્સ Googleની એપ બિલિંગ નીતિને અનુસરતી નથી તેની પર કાર્યવાહી કરવામાં આવી શકે છે અને Google Play Storeથી આ એપ્સને દૂર કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે ગૂગલ પ્લે સ્ટોરનો ઉપયોગ કરતા 2 લાખથી વધુ ભારતીય ડેવલપર્સ છે જે તમામ નિતિઓનું પાલન કરે છે. પરંતુ એવી 10 કંપની છે જેના પર કાર્યવાહી થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટનો સંપર્ક
તમને જણાવી દઈએ કે ભારતમાં Matrimony.com અને Shaadi.com જેવી કેટલીક ઈન્ટરનેટ કંપનીઓ છે જેણે ગૂગલના નિયમોનું પાલન કર્યું નથી અને તેથી ગૂગલ તેમને ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરવા માંગે છે. જેના કારણે આ કંપનીઓએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જે બાદ કંપનીઓની એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવવાની સુરક્ષા માટે વચગાળાનો આદેશ પસાર કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ કહ્યું કે આ કેસની આગામી સુનાવણી 19 માર્ચે થશે.