બજેટ 2024માં હેલ્થ ઈન્સ્યોરન્સ સહિત અનેક બાબતે મળી શકે છે ખુશખબર
Union Budget 2024: સરકાર બજેટમાં કેટલીક જાહેરાત કરી શકે છે જેનાથી ન માત્ર સારવારનો ખર્ચ સસ્તો થશે પરંતુ સ્વાસ્થ્ય અને ટર્મ ઈન્સ્યોરન્સ વગેરેના પ્રીમિયમમાં પણ ઘટાડો થશે. આ અંગે આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક લોકોએ સરકાર પાસે માંગણીઓ કરી છે. તેને જોતા સરકાર 23 જુલાઈએ જાહેર થનારા બજેટમાં કેટલીક છૂટ આપી શકે છે.
કઈ વસ્તુઓ પર મળી શકે છે છૂટ
1. ઈન્સ્યોરન્સ પર GST માં છૂટ
હેલ્થ ઈન્સ્યોરન્સ હોય કે ટર્મ ઈન્સ્યોરન્સ લેવું હવે ઘણું મોંઘું થઈ ગયું છે. ત્યાં જ આ ઈન્સ્યોરન્સ પર 18 ટકા GST પણ વસૂલવામાં આવે છે, જેના કારણે ઈન્સ્યોરન્સ પ્રીમિયમ વધુ મોંઘુ થાય છે. નિષ્ણાતો કહે છે કે વીમા પરનો GST ઘટાડવો જોઈએ જેથી તે વધુને વધુ લોકો સુધી પહોંચે.
કોન્ફેડરેશન ઓફ જનરલ ઈન્સ્યોરન્સ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CGIAI) એ પણ આરોગ્ય વીમા પર GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની માંગ કરી છે. સીજીઆઈએઆઈના કન્વીનર લોકેશ કેસીના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી સારવાર ખૂબ મોંઘી થઈ ગઈ છે. જો પ્રીમિયમ પર GST ઘટશે તો વીમા લેનારાઓને તેનો ફાયદો થશે.
2. 80D માં છૂટ મર્યાદા વધારવી
આવકવેરાની કલમ 80D હેઠળ સામાન્ય લોકોને હાલમાં સારવાર માટે 25,000 રૂપિયા સુધીની ટેક્સ છૂટ મળે છે. એવું માનવામાં આવે છે કે આ મુક્તિ મર્યાદા વધારીને 50 હજાર રૂપિયા કરવી જોઈએ. વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં આ છૂટ 50 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવી જોઈએ. કારણ કે વરિષ્ઠ નાગરિકોની સારવાર પાછળ સરેરાશ વધુ પૈસા ખર્ચવામાં આવે છે.
આ પણ વાંચો: Google બંધ કરવા જઈ રહ્યું છે પોતાનું ખાસ ફિચર્સ, યૂઝર્સ થશે નિરાશ
3. આયુષ્માન યોજનામાં વધી શકે છે કવર
બજેટમાં આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હેઠળનું કવર બમણું થઈ શકે છે. હાલમાં પાત્ર વ્યક્તિને 5 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. જો તે બમણું કરવામાં આવે તો પાત્ર ઉમેદવારો 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. તેમજ 70 વર્ષ સુધીના તમામ વૃદ્ધોને પણ આ યોજનામાં સામેલ કરી શકાય છે. સરકારે આ વર્ષે રજૂ કરેલા વચગાળાના બજેટમાં આ માટેની ફાળવણીમાં પણ વધારો કર્યો હતો.
4. આરોગ્ય ક્ષેત્ર માટે વધુ હિસ્સો
આ વખતે નાણામંત્રી આરોગ્ય ક્ષેત્રે વધુ છૂટ આપી શકે છે. ખરેખરમાં આરોગ્ય ક્ષેત્રની માંગ છે કે સરકારે આ ક્ષેત્ર માટે પોતાનું પર્સ થોડું વધુ ખોલવું જોઈએ જેથી સંશોધનને વેગ આપી શકાય અને આરોગ્ય માળખાને મજબૂત બનાવી શકાય. આનાથી સામાન્ય માણસને હોસ્પિટલ સુધી પહોંચવામાં સરળતા રહેશે અને તેમને સારી સારવાર પૂરી પાડવામાં આવશે. ગયા વર્ષે બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે 86,175 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. જે ગત વર્ષની સરખામણીએ 16 ટકા વધુ છે. આરોગ્ય ક્ષેત્રને આશા છે કે આ વખતે બજેટમાં તેને વધુ નાણાં મળશે. આ વધીને જીડીપીના 2.5 ટકા થઈ શકે છે.