ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક, 2500 થી લઈને 3500 સુધીનો ભાવ બોલાયો
Gondal Marketing Yard: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની સિઝનની આવક થઈ ગઈ છે. યાર્ડમાં નવુ લસણ લઈને ત્રણ જેટલા ખેડૂતો આવતા 15 કટ્ટાની આવક નોંધાઈ છે. નવા લસણની હરાજી પહેલા પૂજા વિધિ કરી શ્રીફળ વધેરવામાં આવ્યું હતું. નવા લસણની હરાજીમાં મુહૂર્તના 20 કિલોના ભાવ રૂપિયા 3511/- બોલાયા હતા. અહિંયા મહત્વની વાત એ છે કે આ જ લસણના ભાવ આગળ જઈને વધારે મળતા નથી. જેના કારણે ખેડૂતોને મહેનત માથે પડે છે.
આ પણ વાંચો: ફલાવર શોમાં નિયમોનો ભંગ કરતા ફૂડ સ્ટોલ સામે AMCએ કરી લાલ આંખ
લસણની આવકમાં વધારો
સિઝનનું પહેલું લસણ યાર્ડમાં વેચાવવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવી પહોચ્યું છે. માર્કેટ યાર્ડમાં રેગ્યુલર લસણના 5 હજાર કટ્ટાની આવક સાથે 20 કિલોનો ભાવ રૂપિયા 2500/- થી લઈને 3500/- સુધીનો ભાવ બોલાયો હતો. આગામી દિવસોમાં નવા લસણની આવકમાં વધારો થવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ખાસ વાત તો એ છે કે જ્યારે ખેડૂતોને એક સાથે પાક પાકશે ત્યારે આ લસણનો ભાવ ઓછો થઈ જશે.