September 15, 2024

સોનાના દાગીના કાળા થઈ ગયા છે? આ રીતે કરો ઘરે ઉજળા

Hacks Clean Gold Jewellery: સોનાના દાગીના વારંવાર પહેરવાથી ઘરેણાં કાળા થવા લાગે છે. મોટાભાગના લોકો દાગીનાની કાળાશ દૂર કરવા સોની પાસે જતા હોય છે. પરંતુ ચોક્કસ આ સમયે મગજમાં એક વાત ચાલે છે કે સોની દાગીનામાંથી સોનું કાઢી નાખશે તો. પરંતુ હવે તમારે ડરવાની જરૂર નથી. અમે તમારા માટે ઘરેલું ઉપચાર લઈને આવ્યા છીએ જે તમને અસરકારક સાબિત થઈ શકે છે.

હળદર દાગીનાની કાળાશ દૂર કરશે
એક બાઉલમાં ઉકાળેલું પાણી લેવાનું રહેશે. તેમાં એક ચપટી હળદર અને થોડો વોશિંગ પાવડર તમારે મિક્સ કરવાનો રહેશે. અડધા કલાક માટે આ પાણીમાં તમારા ઘરેણાં મૂકી રાખવાના રહેશે. હવે તમારા દાગીનાને હળવા હાથે સાફ કરો. તેને પાણીથી ધોઈ લો. હવે તમારી જ્વેલરીને નવા જેવી લાગશે.

આ પણ વાંચો: કાઠિયાવાડી ટેસ્ટમાં બનાવો ભરેલા લસણીયા કંટોલા, આંગળા ચાટતા રહી જાવ એવી રેસીપી

લીંબુ અસરકારક સાબિત થઈ શકે
ગરમ પાણીના બાઉલમાં અડધા લીંબુનો રસ નાંખો. તમારા ઘરેણાંને આ પાણીમાં લગભગ અડધો કલાક પલાળી રાખવા પડશે. પછી તમારા ઘરેણાંને બ્રશથી સાફ કરીને ધોઈ લો. આ રીતને અનુસરીને તમે તમારા ઘરેણાંની કાળાશ દૂર કરી શકો છો.

બેકિંગ સોડાનો ઉપયોગ
સૌથી પહેલા 2 ચમચી ખાવાનો સોડા તમારે લેવાનો રહેશે. પછી તેને હુંફાળા પાણીમાં મિક્સ કરીને નાંખી દો. તમારે તમારા ઘરેણાંને આ ખાવાના સોડામાં પાણીમાં ડૂબાડવાના રહેશે. અંદાજે તમારે જ્વેલરીને લગભગ 30 મિનિટ સુધી પલાળી દો. હવે તમે સ્પોન્જની મદદથી તમારી જ્વેલરીને હળવેથી સાફ કરી શકો છો અને આપોઆપ સકારાત્મક અસર જોઈ શકો છો.