શ્રીમદ ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્રને નવી ઓળખ મળી! મોદીએ કહ્યું – આ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ

PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્યશાસ્ત્રનો સમાવેશ થવા પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર પોતાના વિચારો શેર કર્યા અને ખુશી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: અમેરિકાએ હુથીઓ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો, 20 લોકોના મોત

પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર પોતાના વિચારો શેર કર્યા
નરેન્દ્ર મોદીએ યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્યશાસ્ત્રનો સમાવેશ થવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે X પર પોતાના વિચારોને શેર કર્યા છે. X પર પોતાના લખ્યું, ગીતા અને નાટ્ય શાસ્ત્રને યુનેસ્કોના ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર’માં સામેલ કરવામાં આવ્યા છે. આ આપણી સંસ્કૃતિ અને જ્ઞાનની ઓળખ છે, જે હંમેશા રહી છે. ગીતા અને નાટ્ય શાસ્ત્રે સદીઓથી સભ્યતા અને ચેતનાને પ્રોત્સાહન આપ્યું છે. તેમના શબ્દો આજે પણ દુનિયાને પ્રેરણા આપે છે.