January 15, 2025

પવનની ગતિ સામાન્ય થતાં સવારથી ગિરનાર રોપ-વે ફરીથી શરૂ

Girnar: ગિરનાર પર્વત પરની રોપ-વે સર્વિસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ગિરનાર રોપ-વે આજ સવારથી ફરી રાબેતા મુજબ શરૂ થઈ ગયો છે. આજે પવનની ગતિ સામાન્ય થતા ગિરનાર રોપ-વે ફરી શરૂ કરવામાં આવ્યો છે. ગઈ કાલે ભારે પવનના કારણે રોપ-વે બંધ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર ગઈ કાલે ભારે પવનના કારણે ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ કરવામાં આવ્યો હતો. રોપ-વે ઓથોરિટીએ આ નિર્ણય પ્રવાસીઓના હિતને ધ્યાનમાં રાખીને લીધો હતો. રાજ્યમાં ઠંડીનું જોર સતત વધી રહ્યું છે, સાથે-સાથે ભારે પવનો પણ ફૂંકાઇ રહ્યાં હતા. જેને લઈને આ નિર્ણય લેવાયો હતો. જોકે, આજે ફરીથી રોપ-વે સેવા શરૂ કરવામાં આવી છે. આજે પવનની ગતિ સામાન્ય થતાં સવારથી રોપ-વે શરૂ કરાયો છે. જોકે, મકર સંક્રાંતિની રજાઓને લઈને પ્રવાસીઓની ભીડ પણ જોવા મળી હતી.

આ પણ વાંચો: અમિત શાહે કરી અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી, ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત