September 15, 2024

ઉનાના ગુપ્ત પ્રયાગમાં ભાદરવી અમાસે મેળાનું આયોજન, હજારો લોકો ઉમટ્યાં

ધર્મેશ જેઠવા, ઉનાઃ તાલુકાનાં દેલવાડા ગામ નજીક આવેલા પ્રાચીન તિર્થ ધામ ગુપ્ત પ્રયાગમાં ભાદરવી અમાસે ત્રણ દિવસ સુધી ભવ્ય મેળાનું પરંપરાગત ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરવા હેતુ યોજવામાં આવ્યો છે. ઉનાથી સાત કિલોમીટર દેલવાડા નજીક આવેલા પ્રાચીન તિર્થ ધામ ગુપ્તપ્રયાગ સંસ્કૃતિ તીર્થધામ ગુપ્ત નદીઓનો ગુપ્ત સુંદર નૃસિંહ બળદેવજી પ્રયાગમાં ત્રણ ઉત્સવ સંગમ થાય છે. અહીં પાણીના બે કુંડ આવેલા છે જ્યાં ગંગા, જમુના, સરસ્વતિનો સમન્વય છે અને આ કુંડમાં લોકો સ્નાન કરીને આજના દિવસે પીપળે અને સરસ્વતિ દેવીને પાણી અર્પણ કરે છે. વર્ષોથી આ પરંપરા અવિરત છે અને લોકો હિન્દુ સંસ્કૃતિને ઉજાગર રાખે છે.

અહીંયા મહાપ્રભુજીની 67મી બેઠક પ્રથમ આવેલી છે. આરોહણ વિસ્તારમાંથી જેના સ્વજનો દિવસ દરમિયાન બ્રહ્માનંદ ધામ અવસાન પામ્યા હોવાથી તેમને યાદ વ્યવસ્થા અને ધાર્મિક દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો મેળામાં આવતા હોય છે. અહીં લોકો પિતૃના મોક્ષાર્થે દીવો બાળે અને પીપળે પાણી રેડીને પ્રાર્થના કરે છે.

અહીંના મહંત સંત મુક્તાનંદબાપુ ચાંપરાડા વાળાની ખાસ ઉપસ્થિતમાં આ તીર્થ સ્થાને ભજન, ભોજન અને સાહિત્ય સાથે સનાતન લોક ડાયરો યોજવામાં આવ્યો હતો. જેમાં સુપ્રસિદ્ધ કલાકાર રાજભા ગઢવી હાજર રહ્યા હતા અને લોકસાહિત્ય રજૂ કર્યું હતું. આ મેળો ત્રણ દિવસનો હોય છે. મેળામાં ઉના અને ગીર ગઢડા તાલુકાના અને ખાસ કેન્દ્રશાસિત પ્રદેશ દીવથી આવતા ભક્તજનોની જનમેદની જોવા મળે છે. અહીં વિનામૂલ્યે ભોજન પ્રસાદ ચા-પાણી તથા રહેવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

મેળાના પ્રારંભે સાંજે ગંગાઆરતીમાં પણ ખૂબ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારબાદ મેળો ખુલ્લો કર્યો હતો અને આજના સોમવારના દિવસે અમાસ હોવાથી લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોએ સવારે ધજા અર્પણ કરી પિતૃતર્પણ કર્યું હતું.