આ છે ગીરનો સૌથી સુંદર સિંહ ‘ક્વોલિટી’, જુઓ તસવીરોમાં
વિવેક ચુડાસમા, અમદાવાદઃ ગીરનું ગૌરવ, ભારતની શાન અને એશિયાનું સૌથી રોયલ પ્રાણી છે સિંહ. સમગ્ર એશિયામાં સિંહની વસતિ એકમાત્ર ભારતના ગુજરાતમાં આવેલા કાઠિયાવાડની ધરતી પર ગીરના અભ્યારણ્યમાં જોવા મળે છે.
ગીરના જંગલમાં હાલ 600 કરતાં વધારે સિંહોની વસતિ છે. આમ, ગીરનું અભ્યારણ્ય ચાર મુખ્ય ઝોનમાં વહેંચાયેલું છે. ટુરિઝમ માટે ગુજરાત સરકાર પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવા માટે સફારીનું આયોજન કરે છે. ગુજરાત સરકારની સારી સારસંભાળને કારણે દરવર્ષે સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આજે હું તમને જણાવવાનો છું કે, ગીરના 675 સિંહમાંથી સૌથી સુંદર સિંહ કયો છે.
ગીરના તમામ સિંહોમાંથી સૌથી સુંદર સિંહ છે ‘ક્વોલિટી’. તસવીરો પરથી જ દેખાય છે કે, ક્વોલિટી કેટલો ખૂંખાર સિંહ હશે. રોયલ પ્રાણી હોવાની સાથે તેની રોયલનેસ તસવીરોમાં પણ સારી રીતે દેખાઈ રહી છે. જોવાની નજર, ચાલવાની છટા અને કેમેરા પર આપતા દરેક પોઝ તેની સુંદરતાના ગુણગાન ગાઈ રહ્યા છે. વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર શીતલ મિસ્ત્રીએ આ સિંહને વિવિધ એન્ગલથી કેમેરામાં કેદ કર્યો છે.