July 4, 2024

ધોનીની કેપ્ટનશિપને લઈ Gautam Gambhirનું મોટું નિવેદન

Gautam Gambhir: ગૌતમ ગંભીરે કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન એમએસ ધોનીની કેપ્ટનશિપને લઈને વાત કહી હતી. તેમણે કહ્યું કે એમએસ ધોનીની કપ્તાનીમાં લાંબા સમય સુધી ક્રિકેટનો આનંદ તેમણે માણ્યો છે. આ સાથે ગંભીરે બીજા 3 કેપ્ટન વિશે પણ વાત કરી હતી.

ધોનીને લઈને નિવેદન
ભારતીય ટીમના મુખ્ય કોચની રેસમાં સૌથી આગળ ગૌતમ ગંભીરનું નામ ચાલી રહ્યું છે. તેમના નામની ચર્ચા થઈ રહી છે ત્યારે તેમણે એમએસ ધોનીની કેપ્ટનશિપને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ધોનીની કપ્તાની હેઠળ તેમણે મેચમાં ભરપૂર આનંદ માણ્યો છે. આ સાથે તેમણે ધોનીના વખાણ પણ કર્યા હતા. તમને જણાવી દઈએ કે કોલકાતામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૌતમ ગંભીર ભાગ લીધો હતો. આ સમયે તેમને એમએસ ધોનીની કેપ્ટનશીપને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં ગૌતમ ગંભીરે ધોનીની કેપ્ટન્સીના ભારે વખાણ કર્યા હતા.

આ પણ વાંચો: IND vs BAN: ટીમ ઈન્ડિયા વધારી શકે છે બાંગ્લાદેશનો માથાનો દુખાવો, આ છે રેકોર્ડ

ગંભીરે આ કેપ્ટનોની કરી પ્રશંસા
ગંભીરને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેના જવાબમાં કહ્યું કે મેં રાહુલ દ્રવિડની કપ્તાની હેઠળ મારી ટેસ્ટ ડેબ્યૂ અને સૌરવ ગાંગુલીની કપ્તાની હેઠળ વનડે ડેબ્યૂ કર્યું છે. અનિલ કુંબલેની કપ્તાનીમાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને એમએસ ધોનીની કપ્તાનીમાં મારો સારો તબક્કો રહ્યો છે. તમને જણાવી દઈએ કે ધોનીની કપ્તાની હેઠળ ભારતે 2007માં T20 વર્લ્ડ કપ અને 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. તે સમયે ગૌતમ ગંભીર ટીમનો ભાગ હતો