ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોનું આંદોલન, સરકાર સામે મૂકી આ 5 માગણી

ગાંધીનગરઃ ટાટ અને ટેટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું છે. જેમાં મુખ્ય 5 પડતર માગ અને નિમણૂક પત્રને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે.
ટાટ અને ટેટ પાસ ઉમેદવારોનું આંદોલન.
5 જેટલી પડતર માગ અને નિમણૂક પત્રોને લઈ આંદોલન.
મોટી સંખ્યામાં ઉમેદવારોનું ગાંધીનગરમાં આંદોલન.#TET | #TAT | #Movement
Report : @Journ_Ashutosh pic.twitter.com/L3GuN0vAc1
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) February 24, 2025
ટેટ-ટાટ ઉમેદવારોની મુખ્ય માગ
- શિક્ષણ સહાયક(ધોરણ 9થી 12)નું PML અને DV શેડ્યુલ જાહેર કરો.
- વિદ્યા સહાયક (ધોરણ 1થી 8)માં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું લિસ્ટ જાહેર કરો.
- અંદાજિત 5700 જૂના શિક્ષકો અને 1200 જેટલા આચાર્યની બદલી પ્રક્રિયાના અંતે ખાલી પડતી તમામ જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકમાં જગ્યા વધારા રૂપે સામેલ કરવામાં આવે.
- ચાલુ વિદ્યા સહાયક 13,852 ભરતીમાં ગત વર્ષે 22/11/23ના રોજ મંજૂર 2750 જગ્યાઓ વધારા રૂપે સામેલ કરવામાં આવે.
- ઉનાળું વેકેશન પહેલા 24,700 શિક્ષકોની ભરતી પ્રક્રિયા તબક્કાવાર પૂરી કરીને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવે.
RTI મુજબ ધોરણ 1થી 5માં 31-5-25ની સ્થિતિએ ખાલી જગ્યા અને નિવૃત થનારા શિક્ષક કુલ મળીને આશરે 21,354 જગ્યા સામે માત્ર 5000ની ભરતી કેમ?