September 18, 2024

ગાંધીનગર જતી મેટ્રોનું મહત્તમ ભાડું 40 રૂપિયા, 8 નવા સ્ટેશનનું લોકાર્પણ થશે

ગાંધીનગરઃ આ મેટ્રો રેલ લાઇનની કુલ લંબાઈ 28.2 કિલોમીટર રાખવામાં આવી છે. કુલ 22.8 કિલોમીટર મુખ્ય લાઇન અને 5.4 કિલોમીટર શાખા લાઇનનો સમાવેશ થાય છે. મુખ્ય લાઈનમાં 20 સ્ટેશન અને શાખા લાઇનમાં 2 સ્ટેશનનો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટ કુલ 5,384.17 કરોડ રૂપિયાનો છે. સેક્ટર-1થી મોટેરા સુધી કુલ 20.8 કિલોમીટર જેટલું અંતર થશે. જેમાં મેટ્રોના 8 સ્ટેશનના લોકાર્પણ કરવામાં આવશે. તેમાં જીએનએલયુ, રાયસણ, રાંદેશણ, ધોળાકૂવા, સર્કલ, ઇન્ફોસિટી, સેક્ટર-1 સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. દરેક સ્ટેશન 140 મીટર લંબાઈ, 20.5 મીટર , પહોળાઈ 20-25 મીટર ઉંચાઈ ધરાવે છે. તેમાં 5340 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયા છે. જેમાં એન્ટ્રી અને એક્ઝિટનો પણ સમાવેશ થાય છે.

દરેક સ્ટેશને મુસાફરોની વ્યવસ્થા માટે 4 લિફ્ટ અને 4 એસ્કેલેટર્સ મૂકવામાં આવ્યા છે. 0 કિલોમીટરથી લઈને 37.5 કિલોમીટર સુધી ભાડું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ઓછામાં ઓછું 5 રૂપિયા અને વધુમાં વધુ 40 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.