બોર્ડમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, શિક્ષણ વિભાગે લીધો આ મોટો નિર્ણય

મલ્હાર વોરા, ગાંધીનગરઃ રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા તાજેતરમાં ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કર્યું હતું. શિક્ષણ બોર્ડ દ્વારા પરીણામ જાહેર કર્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ એક, બે અથવા તેથી વધુ વિષયમાં નાપાસ થયા છે. ત્યારે નાપાસ થયેલા વિધાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે બોર્ડ જૂન માસમાં પૂરક પરીક્ષાનું આયોજન કર્યું છે. જેમાં બોર્ડે આ વર્ષે બે અથવા તે કરતાં વધુ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે.
તાજેતરમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ પરિણામ જાહેર થયા બાદ કેટલાક વિદ્યાર્થીઓ નાપાસ થતા તેવો નાસીપાસ થયા છે. ત્યારે આ પ્રકારના વિદ્યાર્થીઓ ફરી પાસ થવાની તક મળે તે માટે જૂન માસમાં પૂરક પરીક્ષાનું આયોજન કર્યું છે. નોંધનીય છે કે, અત્યાર સુધી ધોરણ 12 વિજ્ઞાનમાં બે વિષયમાં નાપાસ થયેલા વિધાર્થીઓ પરીક્ષા આપતા હતા, જ્યારે ધોરણ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકતા હતા. જ્યારે ધોરણ 10માં બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકતા હતા, પરંતુ શિક્ષણ બોર્ડે પૂરક પરીક્ષાની પરીક્ષા આપવાની પદ્ધતિમાં ફેરબદલ કર્યો છે.
રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવે જણાવ્યું હતું કે, નેશનલ એજ્યુકેશન પોલીસીના ભાગરૂપે હવે ધોરણ 12 સાયન્સમાં જે ફેઇલ થયા છે કે, જેમને પરિણામ સુધારવું છે એ તમામ વિદ્યાર્થીઓ જૂન મહિનામાં પૂરક પરીક્ષા લેવાશે. એમાં એપિયર થઈ શકશે અગાઉના વર્ષોમાં પૂરક પરીક્ષામાં 12 સાયન્સમાં બે વિષયમાં ફેઇલ થયેલા જ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકતા હતા. તેના બદલે હવે તમામ વિષયમાં ફેઇલ થયેલા અથવા તો જેમને પરિણામમાં સુધાર કરવો છે એ વિદ્યાર્થીઓ જૂન મહિનામાં પૂરક પરીક્ષા લેવાશે. એમાં એપિયર થઈ શકશે છે.
સામાન્ય પ્રવાહ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અગાઉ એક વિષયમાં ફેઇલ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકતા હતા. આ વર્ષથી હવેથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં ફેઇલ થયેલા તેવા વિદ્યાર્થીઓ પણ જૂન મહિનામાં પૂરક પરીક્ષા એપિયર કરવામાાં આવ્યા છે. ધોરણ 10 એસએસસીમાં અગાઉ બે વિષયમાં ફેલ થયેલા વિદ્યાર્થીઓ જ એપિઅર થઈ શકતા હતા. હવેથી ત્રણ વિષયમાં એટલે કે એક વિષયમાં, બે વિષયમાં અથવા ત્રણ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ જૂન મહિનામાં પૂરક પરીક્ષામાં બેસી શકશે. નેશનલ એજ્યુકેશન પોલિસીના ભાગરૂપે અને વિદ્યાર્થીઓ સારી રીતે મહેનત કરીને કોઈ કારણસર પરીક્ષા ન આપી શક્યા અથવા તો જોઈએ એવો દેખાવ ન કરી શક્યા હોય એવા તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થઈ શકે એમનું મેરીટ સુધારી શકે એટલા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.