January 5, 2025

ક્રિકેટરો પાસે કેવી રીતે ભૂપેન્દ્રસિંહની સ્કિમ પહોંચી? CIDની તપાસ ચાલુ

મલ્હાર વોરા, ગાંધીનગરઃ BZ ગ્રુપના માલિક ભુપેન્દ્રસિંહ ઝાલાની સીઆઇડી ક્રાઇમે કરેલી ધરપડક બાદ તેની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ હવે સીઆઇડી ક્રાઇમે ભુપેન્દ્રસિંહ ઝાલાના સીએની પણ આકરી પૂછપરછ શરૂ કરી તપાસ વધુ તેજ કરી છે. આ સિવાય સીઆઇડી ક્રાઇમને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ રોકાણ કર્યું છે તે મામલે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત સીઆઇડી ક્રાઇમે સમગ્ર પોન્ઝી સ્કીમનો ચોક્કસ આંકડો મળે તે માત્ર સીઆઇડી ક્રાઈમની અલગ અલગ ટિમો બનાવીને તપાસ કરી રહ્યું છે.

ગત શુકવારે સીઆઇડી ક્રાઇમની ટીમે મહેસાણાના દેવળા ગામે આવેલા એક ફાર્મ હાઉસેથી BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી છે. સીઆઇડી ક્રાઇમે ઘરપકડ કર્યા બાદ શનિવારે ભુપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે સીઆઇડી ક્રાઇમે ભુપેન્દ્રસિંહ ઝાલાને લઈને આકરી પૂછપરછ કરી રહ્યું છે. જો કે, આ કેસમાં કેટલા લોકોએ રોકાણ કર્યું છે, કેટલો આંકડો રકમનો છે તે મામલે તપાસ ચાલી રહી છે.

નોંધનીય છે કે, સીઆઇડી ક્રાઇમે દ્રારા અલગ અલગ ટિમો બનાવીને સમગ્ર મામલે તપાસ કરી રહ્યું છે. તેમાં એક ટીમ ટેક્નિકલ પુરાવાઓ હાંસલ કરવામાં કામ કરી રહ્યું છે. તો બીજી ટીમ BZ સહિત ભુપેન્દ્રસિંહ ઝાલા અને તેના એજન્ટોના ખાતાકીય તપાસમાં જોડાયું છે. આમ તો ભૂપેન્દ્રસિંહ ઝાલાને પોતાના ખાતાનાં નાણાંકીય લેવડદેવડ વિશે પૂરતી જાણકારી ન હોવાના કારણે ભુપેન્દ્રસિંહ ઝાલાના સીએની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે, આ સ્કીમમાં સીએની શું ભૂમિકા છે, તેને ભુપેન્દ્રસિંહ ઝાલાને આ સ્કીમ માટે કોઈ સલાહ આપી છે કે નહીં તે તમામ મુદે સીઆઇડી ક્રાઈમ તપાસ ચલાવી રહ્યું છે.

આ ઉપરાંત સીઆઇડી ક્રાઇમે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ રોકાણ કર્યું છે, તેની તપાસ પણ શરૂ કરી છે. ભારતીય ક્રિકેટ ટીમના ચાર ખેલાડીઓ કેટલા કરોડોનું રોકાણ કર્યું છે, કેવી રીતે પેમેન્ટ આ સ્કિમમાં કર્યું છે. આ સિવાય ખેલાડીઓ સુધી ભુપેન્દ્રસિંહની સ્કિમ કેવી રીતે પહોંચી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તદ્ઉપરાંત સીઆઇડી ક્રાઇમે વધુમાં જણાવ્યું છે કે, ભુપેન્દ્રસિંહ ઝાલાએ પોતાનું સર્વર બનાવ્યું હતું તે સર્વરના ડેટા હાંસલ કરવામાં આવી રહ્યા છે. જેના માટે સાયન્ટિફિક રીતે તપાસ કરાઈ રહી છે.