December 21, 2024

Gandhinagar : બપોરે 12 કલાકથી વિધાનસભાની બેઠક, આ પ્રશ્નો પર થશે ચર્ચા

GANDHINAGAR - NEWSCAPITAL

ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલુ છે ત્યારે આજે બપોરે વિધાનસભાની બેઠક મળશે. બપોરે 12 વાગ્યે પ્રશ્નોતરી કાળથી જ વિધાનસભાની બેઠક શરૂ થશે. આ બેઠકમાં ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન વિભાગ સહિતના પ્રશ્નો પર ચર્ચા થશે. સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયા નિયમ 116 અંતર્ગત વડોદરા કંપનીમાં બ્લાસ્ટ મુદ્દે ચર્ચા કરશે.

આ પ્રશ્નો પર થશે ચર્ચા 

15 મી વિધાનસભામાં ગઇકાલે પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસ અને ભાજપ વચ્ચે અદાણી અને વીજ દરોને લઈને ચર્ચાઓ થઈ હતી. આજે બપોરે 12 વાગ્યે ગૃહમાં પ્રશ્નોત્તરી કાળથી જ વિધાનસભાની બેઠક શરૂ થશે. આ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. જેમાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રશ્નોને પણ આવરી લેવામાં આવશે. વડોદરાની એક કંપનીમાં બ્લાસ્ટના મુદ્દે મૃતકોના પરિવારજનોને સહાય સંદર્ભે સરકારે લીધેલા પગલા પર પણ ચર્ચા થશે. રાષ્ટ્રિય શિક્ષણ નીતિ પર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયા આજે સંકલ્પ રજૂ કરશે. નવી શિક્ષણ નીતિ પર 90 મિનિટ સુધી ચર્ચા ચાલશે. જે બાદ, મહેસુલ, શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. સાથે જ કૃષિ, સહકાર, આરોગ્ય અને ઉદ્યોગ વિભાગની માંગણીઓ પર પણ ચર્ચા અને મતદાન થશે.GANDHINAGAR - NEWSCAPITAL

આ પણ વાંચો : Jamnagar : નવ કલાકની જહેમત બાદ બોરવેલમાં ફસાયેલા બાળકનું સફળ રેસ્ક્યુ

કોંગ્રેસે ગૃહમાં વિરોધ નોંધાવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ અદાણી અને વીજ દરોને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા, જે બાદ ઉર્જા મંત્રીએ પણ તેમના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. દરમિયાન, વિધાનસભાના સત્ર વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે વિધાનસભાના ગૃહમાં વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ મોદી અદાણી ભાઈ-ભાઈ, વીજ ખરીદીમાં ખાઈ મલાઈના પોસ્ટરો સાથે ગૃહમાં વિરોધ નોંધાવ્યો હતો.