June 23, 2024

‘ટારગેટ બનતા હતાશ થયો સલમાન’, ઘરની બહાર ફાયરિંગ મામલે પોલીસે નોંધ્યું નિવેદન

મુંબઈ: છેલ્લા કેટલાક દિવસથી સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનાએ મુંબઇ પોલીસને દોડતી કરી દીધી છે. આ વચ્ચે હવે મુંબઈ પોલીસે એપ્રિલમાં તેમના ઘરની બહાર થયેલા ફાયરિંગ મામલે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને તેના અભિનેતા ભાઈ અરબાઝ ખાનનું નિવેદન નોંધ્યું છે. પોતાનું નિવેદન નોંધતી વખતે સલમાન ખાને એક ગુના માટે નિશાન બનાવતા તેની હતાશા વ્યક્ત કરી છે. જેના માટે તેણે પહેલેથી જ ઘણું સહન કર્યું છે અને વિવિધ અદાલતો દ્વારા લાદવામાં આવેલા દંડની ચૂકવણી કરી છે.

અધિકારીએ કહ્યું કે સલમાનનું નિવેદન લગભગ ચાર કલાક અને તેના ભાઈનું બે કલાકથી વધુ સમય સુધી નિવેદન નોંધવામાં આવ્યું હતું. 14 એપ્રિલની વહેલી સવારે સલમાન ખાનના ઘરની બહાર મોટરસાઇકલ પર સવાર બે વ્યક્તિઓએ ગોળીબાર કર્યો હતો. પોલીસે આ ફાયરિંગ અંગે ગુજરાતમાંથી કથિત શૂટરો વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરી હતી. પોલીસનો દાવો છે કે આ ઘટના પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ છે.

આ પણ વાંચો: બનાસકાંઠામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ પોલીસ અને RTO વિભાગની સ્પેશિયલ ડ્રાઇવ

આ કેસમાં કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એક અનુજ થપાને 1 મેના રોજ પોલીસ લોકઅપમાં કથિત રીતે ફાંસી લગાવી લીધી હતી. અન્ય એક કેસમાં, નવી મુંબઈ પોલીસે આ મહિનાની શરૂઆતમાં સલમાન ખાન પર હુમલો કરવાના કાવતરાના સંબંધમાં હરિયાણાના બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગના કથિત સભ્ય સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે ગેંગના ચાર સભ્યોએ સલમાન ખાનના બાંદ્રામાં તેના ઘરની નજીકના વિસ્તાર પનવેલમાં તેના ફાર્મહાઉસની ‘જાસૂસી’ કરી હતી. આ લોકો એ જગ્યાઓ પર પણ ગયા હતા જ્યાં સલમાન ખાન શૂટિંગ માટે જાય છે. હાલમાં લોરેન્સ બિશ્નોઈ એક અલગ કેસમાં ગુજરાતના અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે.