પથરી હોય તો કયા ફળ ખાવા જોઈએ અને કયા ફળો ના ખાવા જોઈએ?
Fruits To Eat Or Avoid In Stone: પથરીની સમસ્યા ખૂબ જ પીડાદાયક હોય છે. પથરીની સમસ્યામાં તમારે પથરીની સ્થિતિમાં કયા ફળ ખાવા જોઈએ અને કયા ફળોથી બચવું જોઈએ આવો જાણીએ.
પથરીમાં કયા ફળ ખાવા જોઈએ?
પાણીયુક્ત ફળો
પથરીના દર્દીઓને શક્ય તેટલું વધુ પાણી પીવાની સલાહ ડોક્ટરો આપતા હોય છે. આ સિવાય પાણીથી ભરપૂર ફળ ખાવાનું કહેવાય છે. જેમાં તરબૂચ, નારિયેળ પાણી, કાકડી જેવા વધારે પાણી ફળોનો સમાવેશ થાય છે.
ખાટાં ફળ ખાવા જોઈએ
પથરીથી પીડિત વ્યક્તિએ વધુમાં વધુ ખાટાં ફળ ખાવા જોઈએ. આ માટે તમે તમારા આહારમાં લીંબુ, દ્રાક્ષ, નારંગી જેવા ફળોનો સમાવેશ કરી શકો છો. ખાટાં ફળ ખાવાથી ફાયદો ચોક્કસ થશે.
આ પણ વાંચો: Cold Coffee પીવાનું ગમે છે? તેનાથી થઈ શકે છે આ સમસ્યા
કેલ્શિયમથી ભરપૂર ફળો
તમારે તમારા આહારમાં એવા ફળોને એડ કરવા જોઈએ જેમાં કેલ્શિયમ વધારે હોય છે. કીવી, દ્રાક્ષ, બેરી, જેવા ફળો ખાઈ શકો છો. આ ફળો પથરીના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.
પથરીમાં કયા ફળ ન ખાવા જોઈએ?
જો તમને પથરીની સમસ્યા હોય તો તમારે તમામ ફળનું સેવન કરવું જોઈએ. ઘણી શાકભાજી એવી છે જેને ડાયટમાં સામેલ ન કરવી જોઈએ. જો તમને પથરી હોય તો દાડમ અને જામફળ જેવા ફળો ન ખાવાનું ટાળવું જોઈએ. રીંગણ, ટામેટા અને શક્કરિયાને પણ ઓછું ખાવાનું રાખો.
(આ લેખ સામાન્ય માહિતી માટે આપવામાં આવી છે, કૃપા કરીને કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લો)