June 30, 2024

મજૂરથી લઈને ‘લોટરી કિંગ’ સુધીની સેન્ટિયાગો માર્ટિનની કહાની

અમદાવાદ: ભારતીય ચૂંટણી પંચએ ચૂંટણી બોન્ડ ખરીદનારાઓની યાદીની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં સૌથી વધુ દાન આપનાર કંપનીનું નામ ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ છે. તેને ‘લોટરી કિંગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે આ માર્ટિન કોણ છે?

વિસ્તરણ કર્યું
તેમણે મ્યાનમારના યાંગોનમાં મજૂર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. આ પછી, વર્ષ 1988 માં, તેઓ ભારત પાછા ફર્યા અને દક્ષિણ ભારતીય રાજ્ય તમિલનાડુમાં લોટરીનો વ્યવસાય શરૂ કર્યો હતો. ત્યાર બાદ તેઓ કર્ણાટક અને કેરળ ગયા હતા. તમને જણાવી દઈએ તેમને સરકારી લોટરી યોજનાઓ પણ કામ કર્યું હતું. આ પછી તેઓ સતત પોતાનો વિસ્તાર વધારતા રહ્યા હતા. જેમાં તેમણે ભૂતાનથી લઈને નેપાળ સુધી પોતાનો વિસ્તાર વધાર્યો હતો. ત્યાર બાદ તેમણે અલગ અલગ ક્ષેત્રમાં પણ કાર્ય કર્યું હતું. રિયલ એસ્ટેટ, ટેક્સટાઇલ અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોમાં પણ વિસ્તરણ કર્યું હતું.

દાન આપ્યું
સેન્ટિયાગો માર્ટિને બહુ નાની ઉંમરમાં બિઝનેસની શરૂઆત કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ફ્યુચર ગેમિંગ એ ભારતની પહેલી લોટરી કંપની હતી, જે અલગ-અલગ સરકારો દ્વારા આયોજિત ડ્રોનું લાઈવ ટેલિકાસ્ટ કરતી હતી. ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ લોટરી ટ્રેડ એન્ડ એલાઈડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ પણ છે. આ કંપનીએ વર્ષ 2019 અને 2024 વચ્ચે 1368 કરોડ રૂપિયાનું દાન આપ્યું હોવાનું સામે આવ્યું છે. જે બાદ અમૂક જગ્યા પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા.

નુકસાન પહોંચાડ્યું
સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનની ચાર્જશીટ પર આધારિત છે. જે આરોપ લગાવવામાં આવ્યો છે તેમાં કંપનીએ કેરળમાં સિક્કિમ સરકારને લોટરી વેચી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માર્ટિન અને તેની કંપનીઓએ એપ્રિલ 2009થી ઓગસ્ટ 2010 સુધી ઈનામ વિજેતા ટિકિટો માટેના દાવાઓને કારણે સિક્કિમને 910 કરોડનું નુકસાન પહોંચાડ્યું હોવાની માહિતીઓ સામે આવી છે.