December 22, 2024

મેદાનમાં ઘૂસી આવ્યું શિયાળ, આખું ગ્રાઉન્ડ માથે લીધું: Watch Video

Viral Video: બ્રિટનમાં હાલ વાઈટાલિટી T20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. T20 બ્લાસ્ટમાં લાઈવ મેચ દરમિયાન એક દુર્લભ નજારો જોવા મળ્યો જેને જોઈને બધા દંગ રહી ગયા. એક શિયાળ અચાનક મેદાનમાં ઘૂસી આવ્યું અને ખેલાડીઓ ગભરાઈ ગયા. આ ઘટના લંડન ગ્રાઉન્ડ પર હેમ્પશાયર અને સરે વચ્ચે રમાયેલ મેચમાં બની હતી. શિયાળનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શિયાળે કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક શિયાળ મેદાનમાં ઘૂસી આવે છે અને આખા મેદાનમાં દોડાદોડ કરી મૂકી છે. મેદાનમાં શિયાળ ઘૂસી આવતા મેચ થોડીવાર માટે અટકાવી દેવી પડી હતી. સારી વાત એ હતી કે શિયાળને મેદાનમાંથી બહાર કાઢવા માટે ખાસ પ્રયાસ ન કરવો પડ્યો. આખા મેદાનમાં દોડીને શિયાળે પોતાનો રસ્તો જાતે જ શોધી લીધો અને બાઉન્ડ્રી બોર્ડ કૂદીને બહાર ભાગી ગયું. શિયાળને મેદાનમાં દોડાદોડ કરતું જોઈને દર્શકોને પણ મોજ પડી ગઈ હતી તો ઘણા દર્શકો તો જાણે શિયાળ ફિલ્ડિંગ ભરતું હોય તેમ સીટી વગાડીને ચીયર પણ કરતાં જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયો પર યુઝર્સના રીએક્શન્સ પણ આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ક્રિકેટ મેચમાં સાપ, કુતરા અને મધમાખી બાદ હવે રજૂ કરીએ છીએ એક શિયાળ’. કેટલાંક લોકોએ મજાક કરતાં પણ કમેંટ કરી છે. એક યુઝરે લખ્યું, “એવું લાગે છે કે શિયાળ બેટિંગ લાઇનઅપમાં આવવા માંગે છે. પરંતુ તે વધુ સારી ફિલ્ડર બની શકે.” બીજાએ લખ્યું, ”લાગે છે કે આજકાલ શિયાળને પણ રન બનાવવા છે.”

નોંધનીય છે કે હેમ્પશાયર અને સરે વચ્ચે હાઇ સ્કોરિંગ અને રોમાંચક મેચ રમાઈ હતી. હેમ્પશાયરને 184 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનો સરેએ 5 બોલ બાકી રહેતા ચેઝ કરી લીધો હતો. સરેનો 5 વિકેટે વિજય થયો હતો. સરે તરફથી ઓલરાઉન્ડર સેમ કરન તોફાની શતક ફટકાર્યું હતું. તેણે 58 બોલમાં અણનમ 102 રન બનાવ્યા હતા. કરણે 7 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. ટી20 ક્રિકેટમાં કરનની આ પ્રથમ સદી છે.