જેતપુરમાં પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાનો આક્ષેપ, ‘યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાટે અંગત રસ લઈ મારી ટિકિટ કાપી’

જેતપુર BJPમાં ભૂકંપ: જેતપુર નગરપાલિકા ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાને મેન્ડેડ ન અપાતા BJPમાં ભૂકંપ સર્જાયો છે. ભાજપ યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાટે અંગત રસ લઈ મારી ટિકિટ કાપ્યાનો આક્ષેપ સુરેશ સખરેલીયાએ કર્યો છે. જેને લઈ જેતપુરમાં BJPનો રાદડિયા જૂથ અને કોરાટ જૂથ વિવાદ સામે આવ્યો છે. પૂર્વ પ્રમુખને મેન્ડેડ ન અપાતા BJPના 42 ઉમેદવારોએ સુરેશ સખરેલીયાને સમર્થન આપી ઉમેદવારી પરત ખેંચવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારતા ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડેમેજ કન્ટ્રોલ શરૂ કર્યો છે. જયેશ રાદડિયાએ નિવાસ સ્થાને સુરેશ સખરેલીયા અને આગેવાનો સાથે બંધ બારણે બેઠક શરૂ કરી છે. જેમાં પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાને મનાવવાના પ્રયત્ન સફળ રહ્યા છે.
જેતપુર BJP પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાનો મોટો આરોપ#Jetpur #Rajkot #JayeshRadadiya #SureshSakhreliya #Gujarat #JetpurNagarpalika pic.twitter.com/oYXDD8QuoF
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) February 2, 2025
સુરેશ સખરેલીયાએ કહ્યું કે, ભાજપ દ્વારા મેન્ડેડ ન અપાતા મને કોઈ દુઃખ નથી. પૂર્વ પ્રમુખ જયેશ રાદડિયાના ખૂબ જ વિશ્વાસુ છે. પ્રદેશના યુવા અધ્યક્ષ નેતા પ્રશાંત કોરાટ દ્વારા મારી ટિકિટ કપાઈ છે. રાદડિયા પરિવારની નજીક હોવાથી પ્રદેશ નેતાને હું ખટકતો હોય મારી ટિકિટ કાપી છે. હું જયેશ રાદડિયા સાથે છું અને ભાજપ સાથે જોડાયેલ રહીશ અને કામો કરતો રહીશ.
જયેશ રાદડિયાની સાથે હોવાથી પ્રશાંત કોંરાટ દ્વારા અંગત રસ લઈ મારી ટિકિટ કાપવામાં આવી છે. ભાજપમાં ચૂંટણી બાદ પ્રદેશ નેતા વિરુદ્ધ ફરિયાદ કરવાની પણ વાત સુરેશ સખરેલીયાએ કરી છે. જેથી ચૂંટણી બાદ જેતપુર ભાજપમાં નવા જૂનીના એંધાણ જોવા મળી શકે છે.