હેલ્મેટના કાયદાને રદ કરવા બાબતે પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો

Dhiru Gajera: રાજ્યમાં હેલ્મેટના કાયદાનો અમલ અલગ અલગ શહેરોમાં ફરજિયાત કરાવવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરી વિસ્તારમાં હેલ્મેટ ના કાયદાને રદ કરવા બાબતે પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. ગરમીના કારણે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું મુશ્કેલી રૂપ હોવાનું અને હેલ્મેટના કાયદાથી પ્રજા લૂંટાઈ રહી હોવાનો ઉલ્લેખ પત્રમાં ધીરુ ગજેરા દ્વારા કરવામાં આવ્યો છે.
સિગ્નલો લોકોને પાસ કરવા પડે
પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા દ્વારા હેલ્મેટનો કાયદો શહેરમાં રદ કરવા બાબતનો પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે. તેમને આ પત્રમાં જણાવ્યું છે કે, સીટી વિસ્તારમાં હેલ્મેટ આરોગ્ય માટે જોખમ રૂપ છે. કારણ કે બપોરના સમયે 40 થી 45 ડિગ્રીમાં શહેરમાં કોઈ પણ ભાગમાં જવું હોય તો 300થી 400 મીટર પર આવતા સિગ્નલો લોકોને પાસ કરવા પડે છે અને તેનાજ કારણે ગરમીમાં હેલ્મેટ પ્રજા માટે જોખમકારક છે.
આ પણ વાંચો: વિધર્મી યુવકે કિશોરીની અન્ય યુવક સાથે સગાઈ થતા મારી નાંખવાની ધમકી આપી, પોલીસે દબોચી લીધો
બીમારીનો ભોગ પ્રજાને બનવું પડશે
આ ઉપરાંત પત્રમાં પૂર્વ ધારાસભ્ય ધીરૂ ગજેરા દ્વારા એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોઈપણ મગજના ડોક્ટરનો અભિપ્રાય લેવામાં આવે તો તે પણ કહેશે કે સીટી વિસ્તારમાં હેલ્મેટ જોખમકારક છે. પ્રજાની સુરક્ષાની વાતો કરનાર વ્યક્તિ એસી ચેમ્બરમાં બેસીને આ નિર્ણય લે છે, એક વખત પોતાની જાતે ગરમીમાં જઈને આ અનુભવ કરે તો તેમને ખ્યાલ આવશે.આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, પ્રજા હેલ્મેટમાં લૂંટાઈ રહી છે અને ગરમીમાં પણ બીમારીનો ભોગ પ્રજાને બનવું પડશે અને એટલા માટે તેમને આ પત્રમાં એવી પણ અપીલ કરી છે કે, આ નિર્ણયમાં ફેર વિચાર કરી સીટી વિસ્તારમાં હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવે. પ્રજા મંદિરે જાય, લગ્નમાં જાય, શ્રદ્ધાંજલિમાં કે પછી સ્કૂલ જાય તો હેલ્મેટ ક્યાં ક્યાં સાચવે. ઘણી વખત ગાડી પડતી હેલ્મેટ ચોરાઈ જાય છે. જેથી પ્રજાને પણ મારી અપીલ છે કે, આપના વિસ્તારના સાંસદ, ધારાસભ્ય તેમજ આગેવાનોને પત્ર લખી રજૂઆત કરે સરકાર આ કાયદા માટે બિલ લાવી અથવા તો વટહુકમથી રદ કરે.