November 22, 2024

IPL 2025માં થશે આ દિગ્ગજની એન્ટ્રી! લખનૌ સુપર જાયન્ટ્સ આજે નામ પર મારી શકે છે મહોર

IPL 2025: આઈપીએલ 2025 આ વખતે ખૂબ જ રોમાંચક બનવા જઈ રહ્યું છે. નવી સિઝન પહેલા મેગા ઓક્શન પણ જોવા મળશે. જેમાં ખેલાડીઓની આપ-લે પણ થશે. ત્યાં જ નવી સિઝનમાં ઘણી ટીમોના કેપ્ટન, કોચ અને મેન્ટર્સ પણ બદલાઈ શકે છે. હવે લખનૌ સુપર જાયન્ટ્સના નવા મેન્ટર અંગે મોટી માહિતી સામે આવી છે. ટીમ ઈન્ડિયા પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલરને લખનૌ આઈપીએલ 2025 માટે ટીમનો મેન્ટર બનાવી શકે છે. જો કે તેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

ઝહીર ખાનની થશે આઈપીએલ 2025માં એન્ટ્રી!
રિપોર્ટ અનુસાર, પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાનને આઈપીએલ 2025 માટે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો મેન્ટર બનાવવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, ગૌતમ ગંભીરે લખનૌ છોડ્યું ત્યારથી આ પોસ્ટ ખાલી પડી છે. આવી સ્થિતિમાં એલએસજીને ગૌતમ ગંભીર જેવા અનુભવી ખેલાડીની પણ જરૂર હતી. જે ઝહીર ખાનના આગમન પછી ઘણી હદ સુધી પૂર્ણ કરી શકાય છે.

લખનઉ સુપર જાયન્ટ્સ પણ આજે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી છે, જેમાં ઝહીર ખાનના નામની જાહેરાત થઈ શકે છે. ઝહીર ખાને લાંબા સમયથી ભારત માટે ક્રિકેટ રમી છે. પોતાની કારકિર્દીમાં ઝહીરે ટીમ ઈન્ડિયા માટે 92 ટેસ્ટ, 200 વન-ડે અને 17 ટી-20 મેચ રમી હતી. હવે એલએસજી આ અનુભવી ખેલાડીના અનુભવનો લાભ લેવા માંગશે.

આ પણ વાંચો: ગુજરાતમાં એલર્ટ તો દિલ્હીમાં ચેતવણી… હિમાચલમાં આફતનો વરસાદ, અનેક જગ્યાએ એલર્ટ

શું કેએલ રાહુલ રહેશે એલએસજીનો કેપ્ટન?
બીજી તરફ એલએસજીના કેપ્ટન કેએલ રાહુલને લઈને ઘણી અટકળો ચાલી રહી છે કે આ વખતે લખનૌ સુપર જાયન્ટ્સ મેગા ઓક્શન પહેલા આ ખેલાડીને રિલીઝ કરી શકે છે. જોકે તાજેતરમાં એલએસજીના માલિક સંજીવ ગોયન્કા અને કેએલ રાહુલ વચ્ચે મુલાકાત થઈ હતી. જે બાદ એલએસજી રાહુલને છોડશે તેવી અટકળો પર મહદઅંશે પૂર્ણવિરામ મૂકાયું હોય તેવું લાગી રહ્યું છે.

જોકે, આ અંગે અત્યારે કંઈ કહી શકાય તેમ નથી. આઈપીએલ 2024 દરમિયાન મેચ હાર્યા બાદ જે રીતે સંજીવ ગોયન્કા કેપ્ટન કેએલ રાહુલ પર બૂમો પાડતા જોવા મળ્યા હતા. ત્યારે તે સમાચારે તેજ થઈ ગયા હતા કે મેગા ઓક્શનમાં રાહુલની રિલીઝ નિશ્ચિત છે.