November 26, 2024

‘ધોની અને કોહલીએ કારકિર્દી બરબાદ કરી…”, ભારતીય દિગ્ગજના ઘટસ્ફોટથી હડકંપ

ભારતના દિગ્ગજ સ્પિનર ​​અમિત મિશ્રાએ ધોની અને કોહલી વિશે મોટા ખુલાસા કર્યા છે અને બંને ખેલાડીઓને તેની કારકિર્દી લાંબો સમય ટકી ન શકવા માટે જવાબદાર ઠેરવ્યા છે. પત્રકાર શુભંકર મિશ્રાની યુટ્યુબ ચેનલ પર આપેલા એક ઈન્ટરવ્યુમાં અમિત મિશ્રાએ પોતાના કરિયર વિશે વાત કરતા કહ્યું કે ટીમમાં તમારી પસંદગી તમારી ક્ષમતાની સાથે સાથે કેપ્ટનની પસંદ પર પણ નિર્ભર કરે છે. લેગ સ્પિનર ​​અમિત મિશ્રાએ કહ્યું, “ટીમ સિલેક્શનમાં માત્ર રમવાની ક્ષમતાને જ નહીં પરંતુ પસંદને પણ સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. માત્ર ક્રિકેટ પિચ પર સારું પ્રદર્શન કરવું પૂરતું નથી. છેવટે તે કેપ્ટન છે જે પ્લેઇંગ ઈલેવન નક્કી કરે છે.” એમએસ ધોની સાથે સારો સંબંધ હતો, પરંતુ જ્યારે મેં બે વાર પૂછ્યું કે મને કેમ પસંદ કરવામાં આવ્યો નથી, ત્યારે મને કહેવામાં આવ્યું કે હું ટીમના સંયોજનમાં ઠીક નથી બેસતો. મને કહેવામાં આવ્યું કે મને આરામ આપવામાં આવ્યો છે.

અમિત મિશ્રાએ કહ્યું, “સાચું કહું તો, હું ધોનીના નિર્ણય પર સવાલ ઉઠાવવાની સ્થિતિમાં ન હતો. મેં કોચને પૂછ્યું, જેમણે મને ધોની સાથે સીધી વાત કરવાનું કહ્યું પરંતુ મને લાગ્યું કે હું આમ નહીં કરી શકું.” મેં કોચને ફરીથી પૂછ્યું. , અને તેમણે માત્ર એટલું જ કહ્યું કે મને આરામ આપી રહ્યા છે.”

આ પણ વાંચો: ઉર્વશી રૌતેલાનો પ્રાઈવેટ વીડિયો લીક થતા સોશિયલ મીડિયામાં મચી ગયો ખળભળાટ

આ સિવાય અમિત મિશ્રાએ વિરાટ કોહલી વિશે પણ વાત કરી અને કહ્યું, “IPL દરમિયાન, અમે RCBનો સામનો કર્યો હતો. મેં ટીમ મેનેજમેન્ટ પાસેથી મારી કારકિર્દીની સંભાવનાઓ વિશે સ્પષ્ટતા માંગી હતી. તેઓએ કહ્યું કે તેઓ તેના પર વિચાર કરશે. 2016ની સિરીઝ માટે ભારતીય ટીમમાં મારી વાપસીમાં વિરાટ કોહીલીએ મહત્વની ભૂમિકા હતી અને ટીમને એવા લેગ સ્પિનરની જરૂર હતી જે શ્રીલંકાની પરિસ્થિતિઓમાં અસરકારક બની શકે ત્યારે કોહલીએ મને કહ્યું હતું કે હું તેની સાથે વ્યક્તિગત રીતે ટ્રેનિંગ લઉ.”

મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે, “મેં સમજાવ્યું કે હું તેમની જેમ તાલીમ લઈ શકું તેમ નથી, પરંતુ હું તેમના દ્વારા સૂચવવામાં આવેલી કોઈપણ અન્ય તાલીમ કરવા માટે તૈયાર છું. જોકે જ્યારે મેં પછીથી કોહલીને મારા ભવિષ્ય વિશે ફરીથી પૂછ્યું, ત્યારે મને ક્યારેય સ્પષ્ટ જવાબ મળ્યો ન હતો. મેં તેને મેસેજ પણ કર્યો પરંતુ તેણે માત્ર મેસેજ વાંચ્યો અને કહ્યું કે તે મારો સંપર્ક કરશે, જે તેણે ક્યારેય કર્યો નથી.

અમિત મિશ્રાએ 22 ટેસ્ટ મેચ રમી છે અને કુલ 76 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. આ સાથે જ મિશ્રાએ 36 ODI મેચમાં 64 વિકેટ લેવામાં સફળતા મેળવી છે. ત્યાં જ અમિત મિશ્રાએ 10 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 16 વિકેટ લીધી છે. મિશ્રાએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2017માં ઈંગ્લેન્ડ સામે રમી હતી.