ભૂતપૂર્વ CM વસુંધરા રાજેના કાફલામાં જીપ પલટી, અનેક પોલીસકર્મીઓ થયા ઘાયલ
Vasundhara Raje: રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના કાફલાની એક જીપ પલટી ગઈ હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. તમામને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
मुंडारा से जोधपुर लौटते समय पीछे चल रही पुलिस की जीप के पलट जाने से पुलिसकर्मी रूपाराम जी, भागचंद जी, सूरज जी, नवीन जी व जितेंद्र जी घायल हो गए।
घायल पुलिसकर्मियों को तुरंत एम्बुलेंस से राजकीय चिकित्सालय बाली पहुंचाया गया, जहाँ प्राथमिक उपचार कर उन्हें छुट्टी दे दी गई है। मैं… pic.twitter.com/Wx49g9F74m
— Vasundhara Raje (@VasundharaBJP) December 22, 2024
આ પણ વાંચો:પ્રિયંકા ગાંધીનું સંસદસભ્યપદ ખતરામાં? જાણો શું છે સમગ્ર મામલો
પોલીસની જીપ પલટી ગઈ
સીએમ વસુંધરા રાજેના કાફલામાં પાછળથી આવતી પોલીસની જીપ પલટી ગઈ હોવાનું સામે આવ્યું છે. જીપ પલટી જતાં તેમાં મુસાફરી કરી રહેલા અનેક પોલીસકર્મીઓને ઈજા થઈ હતી. પૂર્વ સીએમ વસુંધરા રાજે મંત્રી ઓતા રામ દેવાસીની માતાના નિધન પર શોક વ્યક્ત કરીને તેમના ગામ મુંદરાથી જોધપુર પરત ફરી રહ્યા હતા. ત્યારે આ અકસ્માત થયો હતો. પૂર્વ સીએમને આ અંગેની માહિતી જેવી મળી તેઓ ઘાયલો પાસે પહોંચ્યા હતા.