December 19, 2024

Himachal Pradeshમાં જંગલની આગ વસ્તી સુધી પહોંચી, 2ના મોત

Forest Fire: હિમાચલ પ્રદેશમાં જંગલમાં આગ લાગી હતી. જંગલની આગ વસ્તી સુધી પહોંચી હતી. મંગળવાર અને બુધવાર સાંજ સુધીમાં વિવિધ વન વર્તુળોમાં કુલ 93 બનાવો સામે આવ્યા છે. જંગલ વિસ્તારમાં આગ લાગવાથી ભારે નુકશાન પહોચ્યું છે. આ આગને કાબૂ મેળવવા માટે રાત રાત સુધી પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આગના કારણે મોત
હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં જંગલમાં લાગેલી આગને કારણે  2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. બિલાસપુરમાં આગ ઓલવતી વખતે એક વૃદ્ધનું મોત થયું હતું. આગના ધુમાડાને કારણે ગૂંગળામણને કારણે એક આંગણવાડી કાર્યકરનું મોત થયું હતું. આગ એટલી વિકરાળ બની કે ગામ સુધી પહોંચી ગઈ હતી. ઘર, દુકાનો અને શાળાને ભારે નુકશાન થયું હતું. તારાદેવી જંગલ વિસ્તારમાં આગ પર કાબૂ મેળવવા માટે મોડી રાત સુધી પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા.

આ પણ વાંચો: રાયપુરની ફેક્ટરીમાં આગ, બે મહિલાઓના મોત, 4 કામદારો ઘાયલ

આગના રેકોર્ડ
ધરમપુરમાં મિકેનિકની દુકાન અને ઘર બળીને રાખ થઈ ગયું હતું.3 કરોડનું નુકસાન થયું હતું. દુકાનમાં કામ અર્થે આવેલા બાઇક, સ્કૂટર અને અન્ય ચીજવસ્તુઓ બળીને રાખ થઇ ગઇ છે. ઔદ્યોગિક વિસ્તાર ઝારમાજરીને અડીને આવેલા હરિયાણા વિસ્તારમાં ભંગારના બે વેરહાઉસમાં આગ લાગી હતી. શાહપુર ગામે ભંગારના ગોદામમાં આગ લાગી હતી. ભારે ગરમી પડવાના કારણે જંગલમાં આગ લાગી રહી છે. છેલ્લા ચાર વર્ષની વાત કરવામાં આવે તો આ વખતે આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે.

વનસંપત્તિને રાખ થઈ ગઈ
આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં રાજ્યમાં જંગલમાં આગ લાગવાના 1080 કેસ સામે આવ્યા છે. જેમાં 10,354 હેક્ટર જમીન પરની વનસંપત્તિ બળીને ખાખ થઈ ગઈ છે. છેલ્લા 2 વર્ષમાં જે વનસ્પતિનીનો ઉછેર કરવામાં આવ્યો તેનો નાશ થયો છે. વર્ષ 2023-24માં આગની 681 ઘટનાઓ નોંધાઈ હતી. વર્ષ 2022-23માં 860 આગના બનાવો નોંધાયા હતા.