ઇન્ડસ યુનિવર્સિટીમાં વિદેશી મહિલાની છેડતી, કન્સલ્ટિંગ ડાયરેક્ટરની કરતૂતનો પર્દાફાશ
મિહિર સોની, અમદાવાદ: બોપલની ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી આફ્રિકાની વિદ્યાર્થીની છેડતીની ઘટના બની છે. યુનિવર્સિટી દ્વારા નિમાયેલા કન્સલ્ટિંગ ડાયરેક્ટર દ્વારા જ યુવતીની છેડતી કરતા બોપલ પોલીસે ધરપકડ કરી છે.
ઇન્ડ્સ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની જવાબદારી સોંપવામાં આવી તેજ નરાધમ નીકળ્યો. રાંચરડામાં આવેલી ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદેશી વિદ્યાર્થિઓની બોપલ રેલવે ગરનાળા પાસે નીલકંઠ સોસાયટીમાં હોસ્ટેલ આવેલી છે. જ્યાં રહેતા ઇન્ટનરનેશનલ ડાયરેક્ટર મૃદંગ દવેએ એક સાઉથ આફ્રિકાની વિદેશી યુવતીની છેડતી કરી હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
યુવતીએ ફરિયાદ કરી આક્ષેપ કર્યા છે કે યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર દ્વારા 11 સપ્ટેમ્બર ના રોજ હોસ્ટેલ નીચે જમવાનું લેવા આવી તે સમયે મૃદંગ દવે એ તેનો હાથ પકડી શારીરિક અડપલાં કર્યા હતા. યુવતી ગભરાઈ જતા તે તેના રૂમ માં દોડી ગઈ હતી . બીજા દિવસે સવારે યુવતી ને મૃદંગ દવે દ્વારા કરેલા અડપલાં ની વાત કોઈને કરશે તો મારી નાખશે તેવી ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહિ અવાર નવાર યુવતીના શરીર ના અન્ય ભાગોમાં નજર કરી ગંદી વાતો કરી પરેશાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે આખરે યુવતી કંટાળી બોપલ પોલીસ માં ફરિયાદ કરી હતી.
આરોપી મૃદંગ દવે ઈન્ડસ યુનિવસિટી માં છેલ્લા ઘણા સમય થી કોર્ડીનેટર તરીકે કામ કરતો હતો . વિદેશી વિદ્યાર્થીઓ સાથે ભાષાકીય સંકલન કરી તેમની તમામ વ્યવસ્થા માટે તેને નીમવામાં આવ્યો હતો. યુવતી ની છેડતી ની ફરિયાદ પેહલા જ યુનિવર્સિટી માં કરવામાં આવી હતી જે મામલે યુનિવર્સિટી દ્વારા તેને 14 સપ્ટેમ્બર ના રોજ સસ્પેન્ડ કરી નોકરી થી બરતરફ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ વિદેશી યુવતીએ પોલીસ ફરિયાદ કર્યા બાદ ડાયરેકટર મુદંગ દવે ની ધરપકડ કરી છે.
આ છેડતી ની ઘટના ને લઈ વિદ્યાર્થીનીઓ માં ભય નો માહોલ ફેલાયો હતો ત્યારે મૃદંગ દવે અન્ય કોઈ યુવતી સાથે આ રીતે વર્તન કર્યું છે કે નહિ જેને લઈ તપાસ શરૂ કરી છે. બોપલ પોલીસે આરોપી કોર્ટમાં રજુ કરી આગળ ની વધુ તપાસ હાથ ધરી છે.