જૂનાગઢમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગના સરપ્રાઈઝ ચેકીંગની કાર્યવાહીથી ફફડાટ

Junagadh: જૂનાગઢ જીલ્લામાં ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત 119 ખોરાક, ફરસાણ, મીઠાઈના નમુના લેવાયા છે. તહેવારોને લઈને ફુડ એન્ડ ડ્રગ વિભાગે શહેરમાં અને જીલ્લામાં કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ વિભાગ દ્વારા મેંગો મિલ્કશેક, શેરડીનો રસ, તૈયાર ખોરાક, ફરસાણ, મીઠાઈ તથા દૂધ વગેરેના નમૂના લેવાયા છે.
મળતી માહિતી અનુસાર જૂનાગઢમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગના સરપ્રાઈઝ ચેકીંગ અને સેમ્પલની કાર્યવાહીથી ફફડાટ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ શહેરમાંથી 19 અને જીલ્લામાંથી 100 મળીને કુલ 119 નમૂના લઈને તેની ચકાસણી માટે મોકલાયા છે. નમૂનાના રીપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, ખાસ કરીને ઉનાળામાં ફુડ પોઈઝનીંગ અટકાવવા કામગીરી કરવામાં આવે છે.
આ પણ વાંચો: હાર્દિકની આ ભૂલોને કારણે મુંબઈ ઈન્ડિયન્સ હારી ગયું, MIની હારના 3 મોટા કારણો