ડીસા GIDCમાં બ્લાસ્ટ મામલે દેવ પગલીએ વ્યક્ત કર્યું દુ:ખ, ઘટના માટે જવાબદાર સામે પગલાં લેવાની કરી માગ

ગાંધીનગર: ડીસાની જીઆઇડીસીમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 20થી વધુ જેટલાં મજૂરોનાં મોત થયા છે. જ્યારે આ ઘટનાને લોકગાયક કલાકાર દેવ પગલીએ દુઃખદ ઘટના ગણાવી છે.
મળતી માહિતી અનુસાર ડીસા ફટાકડાની ફેક્ટરીની આગ લાગવાની ઘટનાને લઈને હવે લોકગાયક કલાકાર દેવ પગલીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઘટનાને દુ:ખદ ગણાવી છે. સાથે જ કહ્યું છે કે, આ પ્રકારની ઘટના ન બને તેનું સરકારે ધ્યાન રાખવું જોઇએ. ફેકટરીમાં જે શ્રમિકો મર્યા તેના પરિવારની વેદના સમજવી મુશ્કેલ છે. પરંતુ આ ઘટના કેમ થઈ, કેવી રીતે થયું? તે તપાસ કરીને જવાબદાર સામે કડક પગલાં ભરવાની માગ કરી છે.
આ પણ વાંચો: મ્યાનમાર-થાઈલેન્ડ બાદ હવે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા, 4.3ની તીવ્રતા નોંધાઈ