બાળકોની ત્વચાને વધુ કોમળ-સ્વસ્થ બનાવવા કરો આ ઉપાય
Child Skin Care: આપણે બધા જ આપણી સ્કિનની ખુબ જ કાળજી રાખીએ છીએ. અલગ અલગ અને મોંઘા બ્યૂટી પ્રોડક્ટ વાપરીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે આપણી તુલનામાં નાના બાળકની સ્કિન ખુબ જ કોમળ અને નાજુક હોય છે. આથી આપણે તેમની વધારે કાળજી લેવાની જરૂર છે. નાનપણથી જ બાળકીની ત્વચાની સંભાળ રાખવામાં આવશે તો એ વધતી ઉંમરે પણ તેના સ્કિન સારી રહેશે. તો આજે બાળકીની સ્કિનની સંભાળ કેવી રીતે રાખવી તેના વિશે વાત કરીશું.
બનાવો સ્કિનકેર રુટિન
બાળક માટે પણ એક પ્રોપર સ્કિનકેર રૂટિન બનાવવાની જરૂર છે. જેના કારણે ભવિષ્યમાં તેને સ્કિનથી જોડાયેલી કોઈ પણ સમસ્યા નહીં થાય. આમ પણ નાના બાળકો ઘરેથી વધારે બહાર રહેતા હોય છે. એવા સમયે બાળકોની સ્કિન સનલાઈટ, ધુળ, ગંદકી, પોલ્યુશનથી વધારે એક્સપોઝ થાય છે. આજ કારણે બાળકોની સ્કિનનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.
દરરોજ નહાવું જરૂરી
બેઝિક હાઈજીનનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. બાળકમાં દરરોજ નહાવાની આદત જરૂર વિકસાવો. માઈલ્ડ સાબુ કે બોડી ક્લીઝિર અને માઈલ્ડ શેપુ લગાવીને બાળકને નહાવું જોઈએ. આ આદત હાઈજીન અને સ્કિન બંન્ને માટે ખુબ જ સારી છે.
ફેસવોશ કરવું
દરેક પ્રકારનો સાબુ બાળક માટે સારો નથી. આથી બાળકને એવા સાબુ કે ફેસવોશથી મોઢું ધોવાની આદત પાડો જે માઈલ્ડ હોય અને સ્કિનને સૂટ કરે. દરરોજ રાતે સુતા પહેલા અને સવારે ઊઠીને સૌથી પહેલા મોઠું ધોવાની આદત પાડો. જેના કારણે બાળકના મોઢા પર ભેગી થયેલી ધુળ-માટી અને ગંદકી દુર થઈ જાય છે.