પંચમહાલના જંગલોમાં ગરમાળો નામના વૃક્ષ પર ફૂલ પૂરબહારમાં ખીલી ઉઠ્યા, જાણો તેનું મહત્તવ

પંચમહાલ: પીળા રંગના ફૂલ આખા વૃક્ષ પર અચ્છાદિત થયેલ દેખાય છે, આ ગરમાળો શીત પ્રકૃતિનો હોઈ ખૂબ જ આયુર્વેદિક ગુણધર્મ ધરાવે છે. શરીરને લગતી તમામ બીમારીઓમાં ગુણકારી હોય છે.
વસંત ઋતુ આખું પીળા સોનેરી રંગના ફૂલોથી છવાયયેલું આ ગરમાળાનું વૃક્ષ અત્યંત આકર્ષક લાગે છે. ઉનાળામાં આ વૃક્ષના ફૂલો આંખોને ઠંડક આપે છે. આ ગરમાળો વિવિધ ઔષધિય ગુણધર્મો ધરાવે છે. ગરમાળાના દરેક ભાગ જેમ કે ફળ, ફૂલ, પાન, મૂળ તેમજ તેની છાલ ઔષધિ તરીકે ઉપાગોગ કરવામાં આવે છે. જે શરીરની અનેક બીમારીઓથી રાહત આપે છે.
ગરમાળાનું ઔષધિ ગુણો ધરાવતું એક માત્ર વૃક્ષ છે. જે શરીરના ચામડીના રોગો, સાંધાનો દુઃખાવો, વાયુ, શરીર સુન પડી જવું, અર્દીત, ઉદાવર, પિત્તજન્ય વિકારો, સંધિવા પેશાબ અટકવો, ગાળામાં બળતરા થવી, મોઢામાં ચાંદી પડવી, હરસ, મસા, નસકોરી ફૂટવી, તાવ, કબજિયાત, લકવાગ્રસસ્ત, ફાટેલી એડીઓ, ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે.
વધુમાં એક માન્યતા છે કે જયારે જંગલમાં ગરામાળો પૂર્ણરૂપમાં ખીલે અને જેટલો ખીલે એના બે મહિનામાં ચોમાસુ બેસી જાય છે અને એટલો જ વરસાદ વધારે આવે છે.