IND vs NZ મહિલા ટીમ વચ્ચે પ્રથમ ODI, જુઓ હેડ ટુ હેડ રેકોર્ડ
IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડની પુરૂષ ટીમ વચ્ચે 24 ઓક્ટોબરથી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાવાની છે. બંને દેશોની મહિલા ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ તેજ દિવસે શરૂ થવાની છે. છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયાના સારા દિવસો જોવા મળી રહ્યા નથી. T20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. જેના કારણે ODI સિરીઝ માટે જાહેર કરવામાં આવેલી ટીમમાં ઘણા નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે.
આ વનડે સિરીઝ ઘણી રોમાંચક
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 54 મેચ રમાઈ છે. જેમાં ટીમ ભારતે 20 મેચ જીતી છે. તો ન્યૂઝીલેન્ડની ટીમ 33માં જીત મેળવવામાં સફળ રહી છે. ODI મેચની વાત કરવામાં આવે તો 18 ODI મેચોમાંથી ટીમ ઈન્ડિયાએ 10માં જીત પ્રાપ્ત કરી છે. ન્યૂઝીલેન્ડની ટીમ 8 મેચ જીતવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં આ વનડે સિરીઝ ઘણી રોમાંચક રહેવાની સંપૂર્ણ આશા રાખી શકાય છે.
આ પણ વાંચો: હાર્યા બાદ પણ કેપ્ટન રોહિતે આ 2 ખેલાડીઓના કર્યા વખાણ
ODI શ્રેણી માટે બંને ટીમોની ટીમ
ભારતીય મહિલા ટીમઃ જેમિમાહ રોડ્રિગ્સ, દયાલન હેમલતા, દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), શ્રેયંકા પાટિલ, રાધા યાદવ, રેણુકા ઠાકુર સિંહ, અરુંધતી રેડ્ડી, તેજલ હસીના, સૈન્ય સૈનિક સાયમા ઠાકોર, ઉમા છેત્રી, પ્રિયા મિશ્રા.
ન્યુઝીલેન્ડની મહિલા ટીમ: બ્રુક હેલીડે, મેડી ગ્રીન, ઇસાબેલા ગેજ (wk), લોરેન ડાઉન,સુઝી બેટ્સ, જ્યોર્જિયા પ્લિમર, એમેલિયા કેર, સોફી ડેવાઇન (C), પોલી ઇંગ્લિસ, ફ્રાન જોનાસ, લી તાહુહુ, હેન્ના રોવે, જેસ કેર, મોલી પેનફોલ્ડ, એડન કાર્સન.