નદીમાં તરતી બસ જોઈ છે તમે? કોરિયાનું કારનામુ જોઈ ચોંકી જશો

ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા અને પર્યાવરણ બચાવવા માટે દુનિયામાં નવા નવા સંશોધનો થઈ રહ્યા છે. રસ્તા પર બસ, ટ્રક, કાર અને બાઇકની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હવે આ વધતી ભીડથી બચવાના વિકલ્પો વિશ્વમાં ઉભરાવા લાગ્યા છે. જેમાં ઉડતી કાર સહિત પાણીથી ચાલતી બસો વગેરેનો સમાવેશ થાય છે.
દક્ષિણ કોરિયાએ એવી બસની શોધ કરી છે જે નદી પર ચાલે છે. આ ફક્ત એલ્યુમિનિયમ મિશ્ર ધાતુથી બનેલી છે. આ બસને કારણે પ્રદૂષણમાં ઘટાડો થશે. બસની અંદર ફ્રાઈડ ચિકન રેસ્ટોરન્ટ અને કોફી શોપ જેવી સુવિધાઓ સામેલ કરવામાં આવી છે. આ પહેલા અકલ્પનીય હતું, પરંતુ દક્ષિણ કોરિયાના એન્જિનિયરોએ તે કરી બતાવ્યું છે.
24 ફેબ્રુઆરીએ દક્ષિણ ગ્યોંગસાંગ પ્રાંતના સાચેઓનથી રવાના થઈ બે હાન નદી બસો 27 ફેબ્રુઆરીના રોજ હાન નદી પર યેઉઇડો નજીક આવી હતી અને કોરિયા સ્ટ્રેટ અને યલો સી(કોરિયામાં દક્ષિણ સમુદ્ર અને પશ્ચિમ સમુદ્ર તરીકે ઓળખાતા) દ્વારા ત્રણ દિવસીય પરીક્ષણ સફર પૂરી કરી હતી. તેમના અધિકૃત લોન્ચિંગ સુધી તેમનું પરીક્ષણ ચાલુ રહેશે, જેથી કોઈપણ ખતરાનો સામનો કરી શકાય.
View this post on Instagram
પર્યાવરણ માટે ફાયદાકારક
એલ્યુમિનિયમ મિશ્ર ધાતુથી બનેલી આ રિવર બસો પર્યાવરણ માટે ફાયદાકારક છે. શહેર સરકારના જણાવ્યા અનુસાર, સ્ટીલ કરતાં હળવા હોવાને કારણે તેમા ઓછું ઇંધણ વપરાય છે અને રિસાયકલ કરી શકાય છે. લિથિયમ-આયન બેટરી અને ડીઝલ જનરેટર દ્વારા સંચાલિત, જહાજો પરંપરાગત ડીઝલ-સંચાલિત જહાજો કરતાં 52 ટકા ઓછા કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ધરાવે છે, શહેરના વહીવટીતંત્રે જણાવ્યું હતું.
સિઓલ શહેર સરકારના અધિકારી પાર્ક જિન-યંગે બસો વિશે જણાવ્યું હતું કે, “આ કોરિયાના પ્રથમ પર્યાવરણને અનુકૂળ જળ જાહેર પરિવહનના યુગની શરૂઆત છે.” વધુમાં આ બસો ફાયર સેન્સર અને બેટરીની આગને અટકાવવા માટે રચાયેલ સુરક્ષા ઉપકરણોથી સજ્જ છે.