July 6, 2024

દિલ્હી પર રાજ કરનાર દેશની પ્રથમ મહિલા!

Women’s day special: આજના મહત્વના દિવસ ઉપર અમે અમારા ખાસ અહેવાલમાં અમે મહિલાઓના માન, સન્માન અને તેમના જીવનની સંઘર્ષની વાત કરવાના છીએ. જેમાં અમે એ મહિલાની વાત કરવાના છીએ કે જેણે દિલ્હી ઉપર પહેલી વખત મહિલા બનીને શાસક કર્યું છે. જાણો કોણ છે આ મહિલા અને શું છે તેમની વાત.

પુરુષો માટે અધરૂ
દિલ્હી ઉપર જે પણ સલ્તને રાજ કર્યું તેમના મહેલમાં રહેતી રાણીઓ મજા જ કરી છે મોટા ભાગે. અથવા તો બસ આ રાણીઓ પોતાની સુંદરતા પર ધ્યાન આપતી હતી. તેમનું ધ્યાન ના તો રાજનીતિ પર હતુ કે ના તો કેવી રીતે મહેલનું રસોડું ચાલશે તેના પર હતું. બસ સોળે શણગાર સજીને બેઠી રહેતી હતી. પરંતુ એક એવી મહિલા ઈતિહાસમાં બની ગઈ કે જેણે દિલ્હી ઉપર શાસન કર્યું છે. કારણ કે દિલ્હી ઉપર શાસન કરવું તે પુરુષો માટે પણ અધરૂ હતું. આ મહિલાએ સમાજમાં દાખલો બેસાડ્યો હતો કે જે સમયે દિલ્હી પર શાસન કરવાનું વિચારવામાં પણ કેટલાય વર્ષો જતા રહે છે. અમે જે મહિલાની વાત કરવાના છીએ તે છે રઝિયા સુલતાન.

કારિગરોની કળાની વખાણી
તમને જણાવી દઈએ કે રઝિયાએ પરદા પ્રથા નાબૂદ કરી દીધી હતી. તમને જાણીને કદાચ નવાઈ લાગશે પરંતુ તે ખુલ્લા ચહેરા સાથે કોર્ટમાં પહોંચતી હતી. આ સાથે તે સમયમાં તે શિક્ષણનું મહત્વ પણ સમજતી હતી. જયારે તે દિલ્હીની સત્તા સંભાળી ત્યારે તેમણે શાળાઓ બનાવી હતી. તેના શાસન દરમિયાન તેણે કલાકારોનું સન્માન કર્યું હતું. એ સમયમાં કોઈ કારિગરની કળાની કોઈ સન્માન નતું કરતું તે સમયે તેણે કારિગરોની કળાની વખાણીને સન્માન આપ્યું હતું.

પ્રથમ મહિલા શાસક
ઉત્તર પ્રદેશના બદાઉનમાં 15 ઓક્ટોબર 1205ના રોજ રઝિયાનો જન્મ થયો હતો. તેના પિતાને તેના પર હમેંશા ગર્વ હતો, કારણ કે તેના પિતાને એ વાતની જાણ હતી કે મારી દિકરીમાં એ તમામ ગુણો છે જે કોઈ પણ જગ્યાએ રાજનિતીમાં આગળ વધી શકે છે. પિતાને આ વાતની જાણ હોવા છતાં તેના મોટા દિકરાને તેમણે ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યો હતો. પરંતુ નાની ઉંમરમાં તેના મોટા ભાઈનું મોત થઈ ગયું હતું જેના કારણે રઝિયાને ઉત્તરાધિકારી બનાવામાં આવી હતી. ત્યાર બાદ દેશની પ્રથમ મહિલા શાસકની સત્તાની સફર શરૂ કરી હતી.

ગમતું ન હતું
યુદ્ધનું મેદાન હોય કે પછી કોર્ટ કયારે પણ રઝિયાએ પરદાની પ્રથાને અનુસરી નથી. જેના કારણે તેના જ સમાજમાં તેનો વિરોધ થઈ રહ્યો હતો. તે એક એવી મહિલા હતી કે જેણે પોતાના સમાજની સામે લડીને પણ લોકોનું સારૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે જ્યારે ભાઈ માઈઝુદ્દીને દિલ્હી સલ્તનત પર કબજો કર્યો હતો ત્યારે રઝિયા અને અલ્તુનિયાએ સત્તા પાછી મેળવવા માટે સાથે મળીને હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ તેમને પરાજય મળ્યો હતો. તેઓ પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન બંનેની સાથેની સેનાએ તેમને કૈથલમાં છોડી દીધા હતા. આ સમયે તેમની હત્યા કરી દેવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે 1236માં સત્તા સંભાળનાર રઝિયાનું 1240માં અવસાન થયું, પરંતુ તે દેશની પ્રથમ મહિલા શાસક તરીકે ઈતિહાસમાં અમર બની ગઈ.