અમદાવાદના ખોખરા વિસ્તારમાં આગ, ફાયર ફાયટરની 5 ગાડી ઘટનાસ્થળે પહોંચી

Ahmedabad: છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો છે. ખોખરાની શરણમ 5 બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર ખોખરા વિસ્તારના શરણમ 5 બિલ્ડીંગના ચોથા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે. હાલ આગને લઈને ફાયર ફાયટરની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, હાલ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી.

આ પણ વાંચો: રાજકોટમાં ટાઇટન ઘડિયાળના શોરૂમમાં ચોરીનો બનાવ, પોલીસે તપાસ શરૂ કરી