ભુજના સરપટનાકા પાસે જૂની જેલમાં આગ લાગી, 500 જેટલા વાહનો સળગી ગયા

ભુજ: ભુજના સરપટ નાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેથી અફરાતફરીનો માહોલ સર્જ્યો. આ ઘટનામાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનો આગની ચપેટમાં આવ્યા હતા. જેમાં પેટ્રોલ-ડીઝલની ટાંકીઓને કારણે વિસ્ફોટો અને ધડાકાઓના અવાજો દૂર-દૂર સુધી સંભળાયા હતા. સાથે આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાતા હતા, જેના કારણે ભયાનક દૃશ્યો સર્જાયા હતા.
ભુજના સરપટનાકા પાસે જૂની જેલમાં આગ લાગતા ત્રણ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે ગુન્હામાં જપ્ત કરેલા વાહનોમાં આગ લાગી હતી. વાહનોમાં અચાનક આગ લાગતા અંદાજીત 500 જેટલા વાહનો સળગી ગયા હતા.