મહીસાગરમાં હલકી ગુણવત્તા ધરાવતી ખાદ્યચીજોનું વેચાણ કરતી પેઢીઓને ફટકાર્યો દંડ

મહીસાગર: જિલ્લામાં હલકી ગુણવત્તા ધરાવતી ખાદ્યચીજોનું વેચાણ કરતી પેઢીઓને 1.77 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચાર નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા કાર્યવાહી કરવામાં આવી છે.

લુણાવાડામાં આવેલ મેવાડ નમકીનમાં મેંગો મિલ્ક શેકનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. રિપોર્ટર સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા 17,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. બોમ્બે ચોપાટી આઈસ્ક્રીમના બદામ પિસ્તા ફ્લેવર્ડ આઈસ્ક્રીમનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ થયો છે. લુઝ રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા 70 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સંતરામપુરમાં મંગલમૂર્તિ સ્વીટ એન્ડ નમકીનમાં રિફાઈન્ડ પામોલીન ઓઇલનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવ્યો છે. રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં ₹40,000નો દંડ ફટકાર્યો છે. બાલાસિનોરમાં રોયલ બેકરીમાં ખારીનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં ₹50,000નો દંડ ફટકાર્યો છે.