IPLમાં ઓરેન્જ અને પર્પલ કેપ માટે જોવા મળી રહી છે, આ ખેલાડીઓ છે આગળ

IPL 2025: આઈપીએલની તમામ ટીમ વચ્ચે રસપ્રદ સ્પર્ધા ચાલી રહી છે. ટીમની સાથે ખેલાડીઓ પણ સ્પર્ધા કરી રહ્યા છે. સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. ત્યારે આવો જાણીએ IPLમાં અત્યાર સુધી કોણે સૌથી વધુ રન બનાવ્યા છે અને કોણે સૌથી વધુ વિકેટ લેવામાં સફળતા મેળવી છે.

આ પણ વાંચો:  Gujarat ATSએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો

આ ખેલાડીઓ છે આગળ
હાલમાં, LSG ના નિકોલસ પૂરન IPL માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીમાં આગળ છે. તેણે અત્યાર સુધીમાં 349 રન બનાવ્યા છે. સાઈ સુદર્શન બીજા સ્થાને છે. તેણે ટોટલ 329 બનાવ્યા છે. જો આપણે સૌથી વધુ વિકેટ લેનાર બોલર વિશે વાત કરીએ, તો CSK ના નૂર અહેમદ તે સ્થાન પર છે. શાર્દુલ ઠાકુર 11 વિકેટ સાથે બીજા સ્થાને છે. હવે એ જોવું રહ્યું કે કયા ખેલાડીને આ કેપ મળે છે.