December 27, 2024

મેથીના દાણાથી બનાવો આ રીતે હેર માસ્ક, વાળની સમસ્યાઓ થશે દૂર

Fenugreek Seeds Hair Mask Recipe: આજના સમયમાં મોટા ભાગના લોકોને વાળની સમસ્યા હોય છે. ત્યારે આજે અમે તમારા માટે હેર માસ્ક લઈને આવ્યા છીએ. જેની મદદથી તમારા વાળ મજબૂતની સાથે વાળની ઘણી સમસ્યાઓને દૂર કરશે.

હેર માસ્ક કેવી રીતે બનાવવો?
ઘરે કુદરતી હેર માસ્ક બનાવવા માટે તમારે એક કપ પાણીમાં અડધી વાટકી મેથીના દાણા નાંખવાના રહેશે. આ દાણાને આખી રાત પલાળીને રાખો. હવે તમારે સવારે તેને મિક્સરમાં નાંખીને સ્મૂધ પેસ્ટ બનાવી દેવાની રહેશે. આ પેસ્ટને એક બાઉલમાં કાઢો અને તેમાં એક ચમચી નારિયેળ તેલ નાંખીને મિક્સ કરી દો. આ પેસ્ટને તમારા માથાના વાળના મૂળ સુધી પહોંચે તે રીતે લગાવતા રહો. આ માસ્કને તમારે અઠવાડિયામાં 2 વાર લગાવો. 40 મિનિટ સુધી વાળમાં તેને રાખો. હવે તેને પાણીથી ધોઈ લો. જો તમને જરૂર લાગે છે તો જ તમારે શેમ્પૂનો ઉપયોગ કરવાનો રહેશે. આ માસ્કને લગાવવાનો ફાયદો એ છે કે તમારા વાળ ખરતા ઓછા થઈ જશે.

આ પણ વાંચો: OnePlus 12Rની કિંમતમાં મોટો ઘટાડો, સસ્તામાં ખરીદવાની બેસ્ટ તક