June 23, 2024

‘ફાધર્સ ડે’ના દિવસે પિતાને આપો આ ગિફ્ટ્સ, ચોક્કસ ખુશ થઈ જશે

અમદાવાદઃ 16 જૂને, રવિવારે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. દરેક બાળક આ દિવસને પપ્પા માટે ખાસ બનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. પરંતુ જો તમે તમારા પિતા માટે આ દિવસને ખૂબ જ ખાસ બનાવવા માગો છો, તો તમારા વૃદ્ધ પિતાની જરૂરિયાતોને સમજીને તેમના માટે જરૂરી અને ઉપયોગી વસ્તુઓ ગિફ્ટ કરો.

મસાજ પિલો-ઇલેક્ટ્રિક બેલ્ટ
વૃદ્ધાવસ્થા સાથે શરીર નબળું પડી જાય છે. શરીરના તમામ ભાગોમાં દુઃખાવો અનુભવાય છે. પરંતુ મોટાભાગના પિતા એટલા મજબૂત હોય છે કે, તેઓ પીડા સહન કરતા રહે છે. પરંતુ તેમની સમસ્યાઓ કોઈને સરળતાથી કહેતા નથી. આવી સ્થિતિમાં તમે તેમના માટે મસાજ પિલો અને ઇલેક્ટ્રિક બેલ્ટ ઓર્ડર કરી શકો છો. આ વસ્તુઓ તેમના માટે ખૂબ જ ઉપયોગી થશે અને તેમને ઘણી રાહત મળશે.

સ્પેક્સ ડોલ્ડર
જો તમારા પિતા ચશ્મા પહેરે છે, તો તમે ઘણી વાર જોયું હશે કે ચશ્મા ઉતાર્યા પછી તેઓ ઘણીવાર ભૂલી જાય છે કે તેમણે ચશ્મા ક્યાં રાખ્યા છે. વૃદ્ધાવસ્થામાં ભૂલી જવાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. આ ઉપરાંત અહીં-તહીં રાખવાથી ચશ્મા તૂટવાનો ભય રહે છે. આવી સ્થિતિમાં તમે તેમને સ્પેક્સ હોલ્ડર ગિફ્ટ કરી શકો છો. તેઓ તેને ટેબલ પર ગમે ત્યાં સરળતાથી રાખી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે. આ ભેટ માત્ર તેમના માટે ઉપયોગી થશે નહીં, પરંતુ તેમને ગમશે પણ ખરી.

યોગા મેટ
તમારા પિતાની ફિટનેસને ધ્યાનમાં રાખીને તેમને યોગા મેટ ગિફ્ટ કરો અને તેમને યોગ ક્લાસમાં જોડાવવા દો. જો તેઓ જઈ શકતા ન હોય, તો ઘરે યોગ પ્રશિક્ષકને બોલાવો અને તેમને પ્રેક્ટિસ કરાવો. જો તેઓ પ્રશિક્ષકની નજરમાં યોગાભ્યાસ કરતા રહેશે તો તેઓ વૃદ્ધાવસ્થામાં અનેક રોગોથી સુરક્ષિત રહે છે.

રેડિયો
ભલે સમય બદલાયો હોય પણ જ્યારે જૂના ગીતો વાગે છે, ત્યારે તમે તમારા પિતાને તેમાં તલ્લીન થતા જોયા જ હશે. તમારા પિતાની પસંદગીઓને સમજીને તેમને રેડિયો ગિફ્ટ કરી શકો છો. તેમને આ ભેટ ખૂબ જ ગમશે. તમે તમારા પિતાને સારેગામાપા કારવાંને પણ ભેટ આપી શકો છો. તેમાં જૂના ગીતોની સાથે ગુરબાની, ભગવત ગીતા, પંજાબી સહિતના ઘણા પ્રિ-લોડેડ ગીતો ઉપલબ્ધ છે. આ ભેટ પિતાને કંટાળો આવવા દેશે નહીં અને તેમને તે ખૂબ ગમશે. તેનાથી તેમનો મૂડ પણ સારો રહેશે.

પુસ્તકો
જો તમારા પિતા લેખન સાથે સંકળાયેલા છે અને વાંચવાના શોખીન છે, તો તમે તેમને કેટલાક પુસ્તકો અને નવલકથાઓ ભેટમાં આપી શકો છો. જો પિતા વૃદ્ધ હોય તો આ પુસ્તકો તેમની એકલતા માટે સારો સાથી બની શકે છે. આ સિવાય તમે તેમને રામચરિતમાનસ અથવા ભગવદ્ ગીતા જેવા ધાર્મિક પુસ્તક ભેટમાં આપી શકો છો.