કંપનીના પ્રોપરાઇટરની લાલચ આપી 24.16 કરોડની છેતપપિંડી કરનાર પિતા-પુત્રની ધરપકડ

અમદાવાદ: DELTALINE કંપનીના પ્રોપરાઇટરની લાલચ આપી પિતા-પુત્રએ 24.16 કરોડની છેતપપિંડી આચરી હતી. તેઓએ રોકાણકારોને ભરોસો આપી એમ.ટી.એફ.ટ્રેડીંગ અંગે પ્રો-એકાઉન્ટ ખોલાવશો તો 8થી 15 ટકા નફો મળશે તેવો ભરોસો આપી કંપનીના પ્રોપરાઇટર તરીકે લોભામણી લાલચો આપી હતી. બાદમાં રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા. CID ક્રાઈમે આ છેતપપિંડી આચનાર પિતા-પુત્રની ધરપકડ કરી હતી.
DELTALINE પ્રોપરાયટર્શીપ ફર્મના માલિકો (1) પ્રમોદ નાનાલાલ પટવા ઉં.વ.48 (2) આગમ પ્રમોદભાઇ નાનાલાલ પટવા રહે.એ/903 રત્નાકર વર્તે ગાલા, જીમખાના રોડ, સોબો સેન્ટરની સામે, સાઉથ બોપલ, અમદાવાદ દ્વારા ફરીયાદી તથા અન્ય 39 સાથીને તેમની ડેલ્ટાલાઇન કંપનીની એ.સી.અગ્રવાલ તથા અજમેરા સ્ક્યુરીટીસની IRIE CONSULATANCY સાથે એગ્રીમેન્ટ થયેલ છે અને તે બંને કંપનીઓએ ડેલ્ટાલાઇન કંપનીને ફ્રેંચાઇઝી આપેલ છે. તેવો ભરોસો આપી તેઓ હસ્તક એમ.ટી.એફ.ટ્રેડીંગ અંગે પ્રો-એકાઉન્ટ ખોલાવશો તો 8થી 15 ટકા નફો મળશે તેવો ભરોસો આપી કંપનીના પ્રોપરાઇટર તરીકે લોભામણી લાલચો આપી હતી.
ડેલ્ટાલાઇન કંપનીના કોટક મહિન્દ્રા બેંકના એકાઉન્ટમાં માર્ચ 2023થી ડીસેમ્બર-2023 સુધીમાં અલગ-અલગ તબક્કે રૂ.24 કરોડ 16 લાખની સીસ્ક્યુરીટી ડીપોઝીટ પેટે લઇ તે રકમ એ.સી. અગ્રવાલ તથા અજમેરા સીક્યુરીટીસના એકાઉન્ટમાં જમા ન કરાવી પોતાના અંગત અલગ-અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. ફરીયાદી તથા અન્ય ડીપોઝીટર્સના રૂપીયા સમયસર નહીં ચૂકવી ઓફીસ તથા ઘર બંધ કરી કુલ-40 ડીપોઝટર્સના સીસ્ક્યુરીટી ડીપોઝીટ પેટેના કુલ રૂ. 24 કરોડ 16 લાખની રકમનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં રોકાણ કરેલ રૂપીયા ફરીયાદી તથા સાથીદારોને ન ચૂકવી બંને આરોપીઓએ ભોગ બનનારની ટ્રેડીંગ આઇ.ડી.ઓ બંધ કરી ફરાર થઈ ગુનો કર્યાની અરજી આવતા તેની તપાસ કરી તા.28/02/2025ના રોજ CID ક્રાઇમ અમદાવદ ઝોન પોસ્ટે આઇ.પી.સી. કલમ-406, 409, 120(બી) મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત બંને આરોપીઓ (1) પ્રમોદભાઇ નાનાલાલ પટવા ઉં.વ.48 (2) આગમ પ્રમોદભાઇ નાનાલાલ પટવા હાલ રહે.સી-802 ક્રિશ હાઇટ્સ, રાજહંસ સિનેમાની પાછળ, સંજીવકુમાર ઓડીટોરીયમ રોડ, પાલ, સુરત શહેર મુળ રહે.પ્રાગપર, સોની વાસ, તા.રાપર, જી.કચ્છની આજરોજ તા.01/03/2025ના 11 વાગ્યે ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે, તેમની વિરૂધ્ધમાં વડોદરા, મેહસાણામાં આવા ચીંટીગના ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રાથમીક તપાસમાં સામે આ્વ્યું છે. આરોપી પ્રમોદ નાનાલાલ પટવા વિરૂધમાં વડોદરા શહેર ખાતે પ્રીવેન્શન ઓફ ઇમ્મોરલ ટ્રાફીક એક્ટ મુજબનો ગુન્હો નોંધાયેલ છે. તેના વિરૂધ 2012માં વડોદરા શહેર ખાતે પાસા મુજબના અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા હતા.
આમ, ઉપરોક્ત બંને આરોપીઓ (1) પ્રમોદ નાનાલાલ પટવા ઉં.વ.48 (2) આગમ પ્રમોદભાઇ નાનાલાલ પટવા હાલ રહે.સી-802 ક્રિશ હાઇટ્સ, રાજહંસ સિનેમાની પાછળ, સંજીવકુમાર ઓડીટોરીયમ રોડ, પાલ, સુરત શહેર મુળ રહે.પ્રાગપર, સોનીવાસ, તા.રાપર, જી.કચ્છ ચિટીંગના ગુન્હા કરવાની ટેવવાળા હોય અન્ય કોઇ ભોગબનનાર હોય તેવા નાગરીકોને સી.આઇ.ડી.ક્રાઇમ કંટ્રોલ રૂમનો ટેલીફોન નં.079-23254380 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.