July 7, 2024

IPL 2024નો સૌથી ઝડપી બોલર ઈજાગ્રસ્ત થયો

અમદાવાદઃ IPL 2024ની 21મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો વચ્ચે મુકાબલો હતો. જેમાં લખનૌ સુપર જાયન્ટ્સનો 33 રને વિજય થયો હતો. પરંતુ આ મેચ દરમિયાન લખનૌની ટીમને મોટો ફટકો લાગ્યો છે. આ સિઝનનો સૌથી ઝડપી બોલરને અચાનક મેદાન છોડવાનો વારો આવ્યો હતો.

ઝડપી બોલર આ રીતે થયો ઇજાગ્રસ્ત
લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર મયંક યાદવને રવિવારે ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. તે માત્ર 1 ઓવર ફેંકી શક્યો હતો. ઈજા એટલી વધારે હતી કે જેના કારણે તે આગળ મેચ રમી શક્યો ના હતો. તેને ત્યારે જ મેદાનમાંથી નિકળી જવું પડ્યું હતું. ત્યાર બાદ તે ફરી બોલિંગમાં પાછો આવ્યો ના હતો. જેના કારણે તેની ટીમમાં રહેલા લોકો અને તેના ચાહકોનું ટેન્શન વધી ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે તે સાઇડ સ્ટ્રેન ઇજાથી પીડાઈ રહ્યો છે.

આ પણ વાંચો: સોમનાથના દર્શન બાદ ‘હાર્દિક’ને મળી સફળતા, MIએ ખાતું ખોલ્યું

મયંકની ઝડપ ગાયબ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી મેચમાં મયંક યાદવે 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. જે અત્યાર સુધીનો સિઝનનો સૌથી ફાસ્ટ બોલ હતો. ગઈ કાલની મેચમાં તેની સ્પીડ ઘણી ઓછી થઈ ગઈ હતી. આ મેચમાં તેની ઓવરમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો હતો. . આ સમયગાળા દરમિયાન તેણે 140 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે માત્ર 2 બોલ ફેંક્યા હતા. આ ઓવરમાં તેની સ્પીડ ઘટીને 137 કિમી પ્રતિ કલાક થઈ ગઈ હતી. આ જોતાની સાથે લોકો ચોંકી ગયા હતા.

ઈજાગ્રસ્ત થઈ ચૂક્યો
IPL 2022ની હરાજી દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સે મયંક યાદવને પોતાની ટીમમાં સમાવેશ કર્યો હતો. તેને 20 લાખની કિમતમાં લખનૌ સુપર જાયન્ટ્સે તેને મૂળ કિંમતે જ ખરીદ્યો હતો. ત્યારબાદ તેને 2023ની IPLમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. મંયક પગની ઘૂંટી અને હેમસ્ટ્રિંગની ઇજાઓ સાથે પણ સંઘર્ષ કરી રહ્યો છે. હવે તે મેચમાં કયારે પરત ફરશે તે જોવાનું રહ્યું. જોકે તેમના ચાહકો અને ટીમના ખેલાડીઓ માટે મોટો ફટકો કહી શકાય.