November 22, 2024

ખેડૂતોએ 10 રૂપિયાની કિંમતના પતંગથી લાખોની કિંમતનું ડ્રોન તોડ્યું

Farmers Protest:  MSP પરના કાયદા સહિતની તેમની માંગણીઓ પર અડગ રહેલા ખેડૂતો સતત દિલ્હી કૂચની તૈયારી કરી રહ્યા છે. બીજી બાજુ દિલ્હી પોલીસ આ ખેડૂતોને રાજધાનીમાં પ્રવેશતા રોકવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. નોંધનીય છે કે દિલ્હી પોલીસે રાજધાનીની તમામ સરહદો સીલ કરી દીધી છે. ટિકરી બોર્ડર પર પોલીસે 40 મજૂરોની મદદથી રાતોરાત 10 ફૂટ ઉંચી કોંક્રીટની દીવાલ ઊભી કરી દીધી છે. આ ઉપરાંત ખેડૂતો પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મંગળવારે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો. પરંતુ ખેડૂતોએ આનો પણ ઉકેલ શોધી કાઢ્યો. 10 રૂપિયાના પતંગનો ઉપયોગ કરીને ખેડૂતો લાખો રૂપિયાના પોલીસ ડ્રોનને પાડવાનો પ્રયાસ કર્યો હતો.

https://twitter.com/Politics_2022_/status/1757741773697478831

15મી ફેબ્રુઆરી ખેડૂતોના આંદોલનનો ત્રીજો દિવસ છે. ખેડૂતોએ મંગળવારે ‘દિલ્લી ચલો’નું એલાન કર્યું હતું. ખેડૂતોને રોકવા માટે દિલ્હી પોલીસ ડ્રોનથી ટીયર ગેસના શેલ છોડી રહી છે તો બીજી બાજુ ખેડૂતોએ ડ્રોનનો સામનો કરવાનો ઉપાય શોધી કાઢ્યો છે. ખેડૂતોએ પતંગ વડે ડ્રોનને પાડવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રોનની સાથે સાથે પતંગોનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો
ખેડૂતોના આંદોલનને જોતા પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે. ટિકરી બોર્ડર પર પોલીસે 40 મજૂરોની મદદથી રાતોરાત 10 ફૂટ ઉંચી કોંક્રીટની દીવાલ ઊભી કરી દીધી છે. બીજી બાજુ પોલીસે દિલ્હી અને હરિયાણા વચ્ચેની બે મુખ્ય સરહદો પર વાહનોની અવરજવર અટકાવી દીધી હતી. જ્યારે ઉત્તર પ્રદેશ સાથેની ગાઝીપુર બોર્ડર પર સુરક્ષાકર્મીઓની દેખરેખ હેઠળ અવરજવરને મંજૂરી આપવામાં આવી છે. ખેડૂતોના આંદોલનને જોતા દિલ્હી પોલીસ વધારાની તકેદારી રાખી રહી છે. હરિયાણા પોલીસે અંબાલા નજીક પંજાબ અને હરિયાણાની શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોને અટકાવ્યા હતા અને મધ્ય દિલ્હીમાં પણ પોલીસે સંસદ અને અન્ય સંવેદનશીલ સ્થળો તરફ જતા અનેક રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યાં છે.