માલગાડી સાથે અથડાઈ દરભંગા એક્સપ્રેસ, ટક્કર બાદ લાગી આગ

Train Accident: તિરુવલ્લુર જિલ્લાના કાવરાપેટ્ટાઈ રેલવે સ્ટેશન પર એક એક્સપ્રેસ ટ્રેન માલગાડી સાથે અથડાઈ હતી. દુર્ઘટના બાદ દરભંગા એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બામાં આગ લાગી હતી. રેલવે સૂત્રોનું કહેવું છે કે દરભંગા એક્સપ્રેસ ટ્રેન રેલવે ટ્રેક પર પહેલેથી જ ઉભી રહેલી માલગાડીના પાછળના ભાગ સાથે અથડાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં બે બોગીમાં આગ લાગી છે, જ્યારે ત્રણ બોગી પાટા પરથી ઉતરી ગઈ છે. દુર્ઘટનાની મોટાભાગે માલસામાન ટ્રેનને અસર થઈ છે. આ દુર્ઘટનામાં કેટલાક મુસાફરોને ઈજા થઈ હોવાનું પણ કહેવાય છે. હાલ આગ પર કાબુ મેળવી શકાયો નથી. રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, તામિલનાડુના તિરુવલ્લુરમાં રાત્રે 8:50 વાગ્યે ટ્રેન નંબર 12578 મૈસૂર-દરભંગા એક્સપ્રેસ માલગાડી સાથે અથડાયા બાદ બે કોચમાં આગ અને ધુમાડો જોવા મળ્યો હતો. આ પછી કેટલાક કોચ પાટા પરથી ઉતરી જવાના સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક પ્રશાસને કહ્યું છે કે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેન ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી.