December 22, 2024

પાકિસ્તાનના ક્વેટામાં બ્લાસ્ટ, 9 લોકો ઘાયલ

પાકિસ્તાન: પાકિસ્તાનમાં કોઈ આતંકી બનાવ બને છે ત્યારે ચોક્કસ ચર્ચા થવાની. તેનું કારણ કદાચ એ હોય શકે કે દુનિયા ભરના લોકો પાકિસ્તાને આંતિકી દેશ માને છે. આજ દેશમાં કોઈ આતંકી બનાવ બનાવ બને તો સવાલ તો થવાના. ત્યારે  પાકિસ્તાનના ક્વેટા શહેરમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. જેમાં નવ લોકો ઘાયલ થયા છે અને બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વિસ્ફોટમાં એક પોલીસકર્મી સહિત ઓછામાં ઓછા નવ લોકો ઘાયલ થયા છે.

પોલીસે આપી માહિતી
પોલીસ અને આરોગ્ય અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે હાલ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયા અનુસાર બલૂચિસ્તાનની પ્રાંતીય રાજધાની ક્વેટામાં ઝરઘૂન રોડ પર કચરાના ઢગલા પાસે વિસ્ફોટ થયો હતો. પોલીસને માહિતી મળતાની સાથે જ પોલીસ અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર બાદ પોલીસે ને ઘાયલોને ક્વેટાના ટ્રોમા સેન્ટર અને ઈમરજન્સી વિભાગમાં લઈ ગઈ હતી. હાલ આ ઘાયલોમાંથી બેની હાલત વધારે ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે.

આ પણ વાચો: ઇઝરાયેલ હમાસ યુદ્ધમાં માર્યા ગયેલા પત્રકારોને લઈને IDFએ કર્યો મોટો દાવો

ત્રણ દિવસના ગાળામાં આ ત્રીજો વિસ્ફોટ
પોલીસે વિસ્તારને કોર્ડન કરીને તમામ આગળની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બોમ્બ કચરાના ઢગલા પાસે મુકવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.બલૂચિસ્તાનમાં ત્રણ દિવસના ગાળામાં આ ત્રીજો વિસ્ફોટ છે. હુમલાખોરોએ સરકારી મોડેલ હાઇસ્કૂલના પરિસરને નિશાન બનાવ્યું હતું. બીજા દિવસે, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ઉમેદવાર મીર અસગર રિંદ બલૂચિસ્તાનના બીજા સૌથી મોટા શહેર તુર્બતમાં ગ્રેનેડ હુમલામાં બચી ગયા હતા.

થાઈલેન્ડમાં વિસ્ફોટ
થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. બુધવારે તારીખ 17-1-2024ના થાઈલેન્ડના સુફાન બુરી પ્રાંતમાં ફટાકડાની ફેક્ટરીમાં લાગી હતી. અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ મોતના આંકડામાં વધારો થઈ શકે છે. બચાવકર્મીઓએ આ માહિતી આપી છે. શરૂઆતમાં તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ સ્ટીલ વેલ્ડીંગ દરમિયાન આગ ફાટી નીકળ્યા બાદ થયો હતો. વિસ્ફોટ બાદ મીડિયા પર વાયરલ થયેલા ફૂટેજમાં બજારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતાં જોવા મળી રહ્યા હતા. જેના કારણે કોઈ ચોક્કસ કારણ હાલ સામે આવ્યું નથી.

આ પણ વાચો: અફઘાનિસ્તાનની જનતા નથી સેફ, ફરી થયો મોટો ઘડાકો